AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ધોરાજીમાં વરસાદથી તલના પાકનો સોંથ વળતા ખેડૂતોનો મોંએ આવેલો કોળિયા છીનવાયો !

Gujarati Video: ધોરાજીમાં વરસાદથી તલના પાકનો સોંથ વળતા ખેડૂતોનો મોંએ આવેલો કોળિયા છીનવાયો !

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 7:03 PM
Share

ગત સમયમાં પડેલા વરસાદ અંગે ખેડૂતોને થયેલ નુકશાને લઈ રાઘવજી પટેલે ફરી નિવેદન આપ્યું છે. પર્યાવરણમાં ફેરફારના કારણે ઋતુચક્રમાં બદલાવ જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યુ અને કહ્યું કુદરતી પડકારોને પહોંચી વળવા ખેડૂતોએ સજજ રહેવું જોઈએ

રાજકોટના ધોરાજીના ખેડૂતો પણ માવઠાનો માર સહન કરી રહ્યા છે. ઉનાળુ પાક સારો ઉતરશે થશે તેવી આશા સાથે ખેડૂતોએ મગફળી, સોયાબીન, એરંડા, તલ અને મગ જેવા પાકનું વાવેતર કર્યું હતું. જોકે ઉપરાછાપરી થયેલા કમોસમી વરસાદને કારણે ઉનાળું પાક ઉપર કારણે પાણી ફરી વળ્યું છે.

આ પણ વાંચો; Gujarati Video : ખેડૂતોને થયેલા નુકશાન અંગે બેથી ત્રણ દિવસમાં થઇ શકે જાહેરાત, રાઘવજી પટેલની જાહેરાત

સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો છે. ધોરાજી પંથકમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં તલનું વાવેતર થયું હતું અને ખેડૂતોએ એક વીઘા દીઠ 5000થી 6000 રૂપિયા નો ખર્ચ કર્યો હતો, પરંતુ માવઠાને કારણે ત્રણ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા છે.

ખેડૂતોને થયેલ નુકસાન અંગે રાઘવજી પટેલે ફરી નિવેદન આપ્યું

ગત સમયમાં પડેલા વરસાદ અંગે ખેડૂતોને થયેલ નુકસાન અંગે રાઘવજી પટેલે ફરી નિવેદન આપ્યું છે. પર્યાવરણમાં ફેરફારના કારણે ઋતુચક્રમાં બદલાવ જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યુ અને કહ્યું કુદરતી પડકારોને પહોંચી વળવા ખેડૂતોએ સજજ રહેવું જોઈએ. રાજ્ય સરકાર આવી આફતો સમયે ઉદાર હાથે સહાય કરે છે જેમાં છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને નુક્સાનીમાં 10 હજાર કરોડથી વધુ સહાય કરી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">