Gujarati Video : અંજારમાં કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સર્વે કરવાની માગ

અંજારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા રાયડો, વરિયાળી, ધાણા, શેરડી, જીરું, ઘઉં, ઇસબગુલ, કપાસ, કેસર કેરી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. જેને લઇ ખેડૂતો પાયમાલ બન્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 10:01 AM

રાજ્યના અનેક તાલુકામાં કમોસમી વરસાદની આફત આવી પડી છે. ત્યારે કચ્છના અંજારમાં પણ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે. અંજારમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. અંજારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા રાયડો, વરિયાળી, ધાણા, શેરડી, જીરું, ઘઉં, ઇસબગુલ, કપાસ, કેસર કેરી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. જેને લઇ ખેડૂતો પાયમાલ બન્યાં છે. જેથી ભારતીય કિસાનસંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. અને તાત્કાલિક સર્વે કરાવી સરકાર યોગ્ય વળતર ચૂકવે તેવી માગ કરી છે. જો સરકાર તાત્કાલિક વળતર નહીં આપે તો ખેડૂતોનો ખાવાના પણ ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો : Katch: પામતેલ ભરેલા ટેન્કરનો અકસ્માત, તેલ લેવા કેલ્બા લઈને પહોંચી ગયા લોકો, જુઓ Video

ધોરાજી APMCની ઘોર બેદરકારી

તો આ તરફ માવઠાની આગાહી વચ્ચે ધોરાજી APMCની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજી APMCમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઘઉં પલળી ગયા, શેડની અંદર જણસી રાખવાની જગ્યા ન હોવાથી ખુલ્લા મેદાનમાં પડેલા ઘઉં પલળી જતાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તો આ તરફ માવઠાના કારણે જામનગર જિલ્લામાં પણ ખેડૂતોને મોટાપાયે નુકસાન થયુ છે. જામનગર જિલ્લાના 3 તાલુકામાં માવઠા બાદ થયેલા નુકસાન અંગે સરવે કરવાનું ખેતીવાડી વિભાગે આયોજન કર્યું છે. જામનગર, કાલાવડ અને લાલપુર તાલુકાના 25 ગામોમાં સરવે હાથ ધરવામાં આવશે. ખેતીવાડી વિભાગે સરવે માટે 7 ટીમની રચના પણ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">