ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જેના પગલે ચાલુ વર્ષે બજારમાં ઘઉંના ભાવ ઉંચા રહે તેવી શક્યતા છે. છેલ્લા 15 દિવસમાં વરસેલા કમોસમી વરસાદથી કૃષિ ઉત્પાદનને માઠી અસર પડી છે. ઘઉંની સીઝન વખતે કમોસમી વરસાદથી ગુણવતા અને ઉત્પાદન પર અસર પડી છે. સિઝન વખતે જ આવક ઓછી થઈ રહી છે. જેના કારણે ભાવ વધ્યા છે. હાલમાં ઘઉંના ભાવ ઉંચા રહેવાથી ખરીદી ઓછી થઈ રહી છે. ગત વર્ષની સરખામણીમાં ઘઉંના ભાવમાં 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ઉચ્ચ ગુણવત્તાવાળા જે ઘઉંના મણદીઠ ભાવ 650 થી 700 રૂપિયા હતા.. તે આ વર્ષે 700થી 850 રૂપિયામાં મળી રહ્યા છે.
સામાન્ય ઘઉંના એક મણના ગત વર્ષે 480થી 525 રૂપિયા હતા. જેનો ભાવ હાલ 520થી 560 થયો છે. મીડીયમ સારા ઘઉં જે વર્ષે 540થી 580ના મળતા તે હાલ 600થી 650ના થયા છે, તો સારા ઘઉંમાં 650થી 700 રૂપિયાના મણ ગત વર્ષે મળતા તે હાલ 700થી 850 સુધી થયા છે.વેપારીઓ માને છે કે ઉત્પાદનમાં થયેલી વરસાદની અસર ભાવ વધારામાં દેખાઈ રહી છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી બાદ રાજય અને સૌરાષ્ટ્ર ભરમાં વરસાદ છેલ્લા 15 દિવસથી પડી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં સૌથી વધારે છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ધરતી પુત્રો ઉપર ફરી મોટી આફત આવી છે. જેના કારણે અહીં ખેતરો પણ પાણીથી ભરાઇ ગયા હતા અને ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમા વિવિધ પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયું છે.
ખેડૂતોના મોમાં આવે તે પહેલાં કોળિયો કુદરતી આફતના કારણે છિનવાઇ ગયો છે.ખેડૂતો હાલ તમામ પાક નિષ્ફળ જવાના આરે હોવાનું કહી રહ્યા છે ધરતી પુત્રો હેરાન પરેશાન થયા છે તો આટલા મોટા નુક્સાનમાં સરકાર ખેડૂતોના નિયમ પ્રમાણે સહાય ચૂકવતી હોય છે પરંતુ ખેડૂતોને સતત માર પડી રહ્યો હોવાને કારણે આ વખતે સરકાર ખેડૂતોને વધારે સહાય ચૂકવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે
Published On - 6:19 pm, Sun, 26 March 23