Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવાશે, યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે જેલ પહોંચ્યા

Gujarati Video: સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવાશે, યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે જેલ પહોંચ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 4:31 PM

ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતીક અહેમદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે સાબરમતી જેલ પહોંચ્યા છે.બપોર બાદ ડોન અતીક અહેમદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રયાગરાજ લઈ જવાય તેવી શક્યતા છે.

ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતીક અહેમદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે સાબરમતી જેલ પહોંચ્યા છે.બપોર બાદ ડોન અતીક અહેમદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રયાગરાજ લઈ જવાય તેવી શક્યતા છે.અતીક અહેમદને 2007ના ખંડણી માંગવાના અને તોફાનો કરાવવાના કેસમાં પ્રયાગરાજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે.

દેશભરમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં પણ અતીક અહેમદની ધરપકડ થાય તેવી શક્યતા છે.ઉત્તરપ્રદેશ પોલીસ સાબરમતી જેલમાં અતીક અહેમદની પૂછપરછ બાદ ટ્રાન્સફર વોરંટના આધારે રોડ માર્ગે પ્રયાગરાજ લઈ જઈ શકે છે. અતીક પર રિઅલ એસ્ટેટ વેપારી મોહિત જયસ્વાલના અપહરણ અને હત્યાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ છે.

અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી છે. જેમા અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલી જેલમાં બંધ છે. સાથે જ યુપી પોલીસ સાબરમતી જેલમાં પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે.

મહત્વનું છે કે ઉમેશ પાલની હત્યા બાદ આતિકની પત્ની શાઈસ્તા પરવીને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, તેના બે સગીર પુત્રો આજમ અહેમદ અને અબાન અહેમદ કયા બાળ સંરક્ષણ ગૃહમાં છે, પોલીસે આનો જવાબ આપવો જોઈએ.

આ અંગે ધુમાનગંજ પોલીસે સીજેએમ કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે અતીક અહેમદના બંને સગીર પુત્રો પ્રયાગરાજના રાજરૂપપુર બાળ સંરક્ષણ ગૃહમાં છે. કોર્ટે અતીકના વકીલને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બાળકોને સોંપવા અંગેની અરજી રજૂ કરવા કહ્યું છે. આ સાથે આ મામલે સુનાવણી માટે 27 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Gujarati Video: મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવાની તૈયારીઓ તેજ, ક્રાઇમ બ્રાંચે ટ્રાન્સફર વોરંટની પ્રક્રિયા શરૂ કરી

Published on: Mar 26, 2023 04:29 PM
g clip-path="url(#clip0_868_265)">