Gujarati Video : ગુજરાતમાં બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા

|

Jun 03, 2023 | 3:52 PM

ગુજરાતમાં 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે.

Weather News : રાજ્યમાં આજે ફરી એકવાર વરસાદી (Rain) માહોલ સર્જાશે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની (Thunder storm activity) શકયતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો-  Tender Today : ધોરાજી નગરપાલિકામાં બે અલગ અલગ કામો માટે ટેન્ડર જાહેર, જાણો કયા કયા કામ કરવાના રહેશે

જમ્મુની આસપાસ અને રાજસ્થાન નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થશે. જેના કારણે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. જોકે વરસાદ બાદ આગામી ત્રણથી ચાર દિવસ તેજ પવન તો ફૂંકાતો રહેશે.

આ ઉપરાંત ગુજરાતમાં 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વાત કરીએ ચોમાસાની તો, હાલ લક્ષદ્રીય અને માલદીવ સુધી ચોમાસું પહોંચી ગયું છે અને હવે ચોમાસું કેરળ પહોંચશે. કેરળ બાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસું બેસશે. જો કે, હજુ મુંબઇમાં ચોમાસું બેશે ત્યારબાદ જ કરી શકાશે કે, ગુજરાતમાં ચોમાસું કઇ તારીખથી બેસશે.

 હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video