Rajkot: રાજ્ય સરકાર ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી આગામી 21 ઓક્ટોબરથી શરૂ કરવાની છે. જેના માટે ખેડૂતોએ પહેલાથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ખેડૂતોએ પોતાના ખેતી પાક વેચવા માટે 15 ઓક્ટોબર સુધી ઇ-ગ્રામ કેન્દ્રો પર ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેના માટે ઇ-સમૃદ્ધિ નામના પોર્ટલ પર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થશે. તો, સરકાર આ વખતે અંદાજિત 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરશે. તેમજ મગ, અડદ અને સોયાબીન સહિતના પાકની પણ ટેકાના ભાવે ખરીદી કરશે.
આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદના પ્રખ્યાત પાંચ વિસ્તારોના ગણપતિના કરો દર્શન- જુઓ Photos
ટેકાના ભાવની વાત કરીએ તો, અગાઉથી જ કેન્દ્ર સરકારે ખેતી પાક માટે ટેકાના ભાવ નક્કી કરી દીધા હતા. કેન્દ્રીય પ્રધાન રાઘવજી પટેલે પણ આ અંગે માહિતીગાર કર્યા છે. ખેતપેદાશોના ટેકાના ભાવ ખરીફ વાવણી પહેલા કેન્દ્ર સરકારે જાહેર કરી દીધા છે, જેનો લાભ રાજ્યના ખેડૂતોને મળશે
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો