Gujarati Video : સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અકસ્માતની તપાસમાં બેદરકારી દાખવતા PSI સસ્પેન્ડ
સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતની તપાસમાં બેદરકારી દાખવતા રેન્જ IGએ PSI પરેશ જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતની તપાસમાં બેદરકારી દાખવતા રેન્જ IGએ PSI પરેશ જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં આરોપી યુવક ભાગી જતા PSIએ કોઈ કાર્યવાહી ન કરતા લોકોએ રજૂઆત કરી હતી. સાત દિવસ પહેલા ખેડબ્રહ્મામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં માતા-પુત્રનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો : Sabarkantha: પોશીનાના અજાવાસ ગામે ત્રીપલ મર્ડરની ઘટના, પાંચ વર્ષના બાળક સહિત ત્રણની હત્યા
બોગસ PSI ભરતીમાં 2 PIને કર્યા હતા સસ્પેન્ડ
આ અગાઉ બોગસ PSI મયુર તડવી ભરતી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં 4 ADI અને 2 PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરના કરાઈ ખાતે PSIની તાલીમ લેતા ડમી ઉમેદવાર મયૂર તડવીને ઝડપી લેવાયો હતો. મયૂરે ભરૂચના વિશાલ રાઠવાના સ્થાને પોતાનું નામ યાદીમાં ઉમેર્યું હોવાનું સામે આવ્યું હતું.