Gujarati Video: સુરતમાં પાવર હાઉસનો ટાવર કરાશે ધ્વસ્ત, 30 વર્ષ પહેલા બનેલો ટાવર વર્ષ 2017માં ભંગાર જાહેર કરાયો, 7 સેકન્ડમાં જ તોડી પડાશે ટાવર

Gujarati Video: સુરતમાં પાવર હાઉસનો ટાવર કરાશે ધ્વસ્ત, 30 વર્ષ પહેલા બનેલો ટાવર વર્ષ 2017માં ભંગાર જાહેર કરાયો, 7 સેકન્ડમાં જ તોડી પડાશે ટાવર

| Edited By: | Updated on: Mar 20, 2023 | 2:21 PM

Surat: સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલ પાવર હાઉસના 85 મીટર ઉંચા ટાવરને આવતીકાલે 21 માર્ચના રોજ ધ્વસ્ત કરવામાં આવશે. 30 વર્ષ પહેલા બનેલો આ ટાવર વર્ષ 2017માં ભંગાર જાહેર કરાયો હતો. આવતીકાલે ડાઈનામાઈટ દ્વારા તેને 7 સેકન્ડમાં તોડી પાડવામાં આવશે.

સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલા જાણીતા ઉતરાણ પાવર હાઉસના 85 મીટર ઊંચા અને 70 મીટર પહોળા ટાવરને આવતીકાલે ધરાશાયી કરાશે. પાવર હાઉસની ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી સવારે 11.00 થી 11.30 વાગ્યે જમીનદોસ્ત કરી દેવાશે. માત્ર 7 સેકન્ડમાં જ આ કુલિંગ હાઉસને તોડી દેવાશે. તંત્ર દ્વારા સુરક્ષાને લગતી તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી છે.

માત્ર 7 સેકન્ડમાં ડાયનામાઈટ બ્લાસ્ટથી તોડી પડાશે ટાવર

મહત્વનું છે કે, ઉતરાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે. જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે. કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે આ જૂના પ્લાન્ટને તોડવાનો હોય છે. જેથી 21 માર્ચે કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટથી તોડી પડાશે. બ્લાસ્ટ માટે 250 કિલો ડાયનામાઈટનો વપરાશ કરાશે. કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા આશરે 30 થી 40 મીનીટનો સમય લાગી શકે છે. જ્યારે કે બ્લાસ્ટીંગ ટાઈમ માત્ર 7થી 8 સેકન્ડનો રહેશે.

પાવર હાઉસની આજુબાજુ રહેતા લોકોને અપાઈ નોટિસ

હાલ તો તંત્ર દ્વારા આસપાસના રહેણાંક મકાનોને નોટિસ આપીને સલામતી રાખવા માટે સૂચન કરી દેવાયું છે. કારણ કે જ્યારે આ ચીમની બ્લાસ્ટ કરાશે તો 50 મીટરના વિસ્તારમાં ધુળની ડમરી ઉડશે. પાંચ-દસ મિનિટ માટે વંટોળીયા જેવુ હવાનું દબાણ સર્જાઈ શકે છે.

આ ટાવર 1993માં આરસીસીનો બનાવાયો હતો. જે 2017માં સ્ક્રેપ કરાયો હતો. જમીનના ભાગે 70 મીટર વ્યાસ છે. જેને તોડવા માટે 250 કિલોનો કોમર્શિયલ વિસ્ફોટક વપરાશે. ટાવર તૂટતાં 20થી 25 મિનિટ સુધી હવામાં ધૂળના ગોટા ઉડતા જોવા મળશે 5-10 મિનિટ માટે વંટોળિયા જેવું વાતાવરણ સર્જાવાની શક્યતા હોવાતી આસપાસના ઘરોના બારી દરવાજા બંધ રાખવા પડશે. આ સિવાય કોઇ મોટી અસર જોવા મળશે નહીં. જેથી અફવા કે ડર ન ફેલાવવા તંત્રએ અપીલ કરી છે.

આ પણ વાંચો: Gujarati Video: સુરતમાં જાણીતી બ્રાન્ડના નામે નક્લી શેમ્પુનો વેપાર કરતા ત્રણ ઠગબાજની પોલીસે કરી ધરપકડ