Gujarati Video : અંકલેશ્વરની આમલાખાડીમાં પ્રદૂષણે માઝા મૂકી, ખાડીમાં સફેદ ફીણ વહેતું નજરે પડ્યું

|

Sep 25, 2023 | 2:28 PM

Ankleshwar : અંકલેશ્વર નજીક વહેતી આમલાખાડી(Aamla Khadi) દેશની સૌથી પ્રદુષિત નદીઓ(Most Polluted Rivers In India) પૈકીની એક માનવામાં આવે છે. ભારતમાં ઘણી નદીઓ વહે છે. આ નદીઓ લોકમાતા તરીકે પૂજવામાં આવે છે. ભારતની આ નદીઓનું ધાર્મિક મહત્વ છે પરંતુ તેમ છતાં દેશની નદીઓની હાલત ખૂબ જ ખરાબ છે.

ગંગા જેવી નદી આજે પ્રદૂષણથી પીડાઈ રહી છે તો સ્થિતિ એટલી હદે ખરાબ છે કે આ નદીઓ ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. નદીઓના પાણી ઝેરી બની રહ્યા છે. આમલાખાડી પણ પ્રદૂષણનો ભોગ બની છે.

આ પણ વાંચો-Surat Rain : ભારે વરસાદ બાદ ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા, અનેક સ્થળોએ ટ્રાફિક જામ થયો, જુઓ Video

નદીઓમાં સફેદ ફીણ  દેખાય છે.  યમુના નદી આ મામલે સૌથી વધુ  બદનામછે. નદીઓમાં સફેદ ફીણ બનવા પાછળનું કારણ શું છે?ભારતની પ્રદૂષિત નદીઓમાં આ દ્રશ્યો વારંવાર જોવા મળે છે

પર્યાવરણની બાબતોના નિષ્ણાંતોના  જણાવ્યા અનુસાર આ ફીણના બે કારણ હોય છે. એક ગટરના પાણી સાથે આવતા સાબુ અને ડિટર્જન્ટ છે. બીજી તરફ  ફેક્ટરીઓમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પણ આ માટે જવાબદાર હોય છે. યમુનાના અભ્યાસ મુજબ ચોમાસા પછી જ્યારે નદીમાં જળસ્તર ઘટવા લાગે છે ત્યારે પ્રદૂષક કણો એક સ્તર બનાવે છે. પ્રદૂષકો ખાસ કરીને ફોસ્ફેટનું પ્રમાણ ફીણના આ સ્તર માટે જવાબદાર  હોય છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:27 pm, Mon, 25 September 23

Next Video