Gujarati Video : વડોદરામાં વેપારી સાળા-બનેવીના અપહરણ બાદ એકની હત્યા કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી

| Edited By: | Updated on: Feb 28, 2023 | 11:34 PM

વડોદરામાં વેપારી સાળા-બનેવીના અપહરણ બાદ એકની હત્યાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.બનેવીની હત્યાના કેસમાં હરણી પોલીસે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડની ડભોઇ પાસેથી ધરપકડ કરી છે.હત્યારા મહારાષ્ટ્રથી પરત ફરી રહ્યા હતા ત્યારે સર્વેલન્સ સ્ક્વોડે તેમને ઝડપી લીધા હતા.

વડોદરામાં વેપારી સાળા-બનેવીના અપહરણ બાદ એકની હત્યાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.બનેવીની હત્યાના કેસમાં હરણી પોલીસે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડની ડભોઇ પાસેથી ધરપકડ કરી છે.હત્યારા મહારાષ્ટ્રથી પરત ફરી રહ્યા હતા ત્યારે સર્વેલન્સ સ્ક્વોડે તેમને ઝડપી લીધા હતા.આ અંગે માહિતી આપતા એસીપી જી.બી. બાંભણિયાએ જણાવ્યું કે ભંગારનો વ્યવસાય કરનાર સાળા-બનેવી રાજુનાથ અને કૈલાસનાથે ચોરીની બેટરી ખરીદી હતી. આ બેટરી ખરીદવા બાબતે રાજુ ભરવાડ અને બેચર ભરવાડે બંનેનું પોતાની કારમાં અપહરણ કરી હાલોલ ફાર્મહાઉસમાં લઇ ગયા હતા.

આ આરોપીઓએ બંને વેપારી સાળા-બનેવી પાસે દસ ગણી રકમની માગણી કરી હતી અને ઢોરમાર મારી લીલા મરચા પણ ખવડાવ્યા હતા.આ દરમિયાન રાજુનાથ બેભાન થઇ જતાં આરોપીઓ તેને હાલોલ કેનાલ રોડ પર મૂકી ફરાર થઇ ગયા હતા તથા કૈલાસનાથને અન્ય કારમાં વાપી મુકી બનાવ અંગેની જાણ કોઈને ન કરવા ધમકી આપી તેઓ મહારાષ્ટ્ર ફરાર થઇ ગયા. હાલ તો સમગ્ર મામલે હરણી પોલીસે બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad: આંબલી ગામમાં બિલ્ડરની ઓફિસમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ