Gujarati Video : પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ, ભાવનગરમાં 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો સાયકલ ટ્રેક ગાયબ

Gujarati Video : પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ, ભાવનગરમાં 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો સાયકલ ટ્રેક ગાયબ

| Edited By: | Updated on: Mar 28, 2023 | 7:28 AM

રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 2019-20માં શહેરીજનો અને વિદ્યાર્થીઓના હિતમાં અને સેફટી માટે સાયકલ ટ્રેક બનાવાયો હતો. ભાવનગર શહેરના નીલમબાગ સર્કલથી કાળીયાબીડ સુધી તેમજ વિરાણી સર્કલથી સરદાર પટેલ સ્કૂલ સુધી નવ કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવાયો હતો.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાર વર્ષ પહેલા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા સાયકલ ટ્રેકનું નામો નિશાન પણ ખતમ થઈ ગયું છે. કોઈ આયોજન વગર બનાવવામાં આવેલા સાયકલ ટ્રેકમાં પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થયુ છે. થોડા અંશે સાઇકલ ટ્રેક બચ્યો હતો એને પણ ખુદ મહાનગરપાલિકાએ જ તોડી પાડ્યો છે.

આ પણ વાંચો : Bhavnagar: ગુજરાતના 51 મંદિરમાં ચોરી કરનારી ટોળકી ઝડપાઈ, પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 2019-20માં શહેરીજનો અને વિદ્યાર્થીઓના હિતમાં અને સેફટી માટે સાયકલ ટ્રેક બનાવાયો હતો.શહેરના નીલમબાગ સર્કલથી કાળીયાબીડ સુધી તેમજ વિરાણી સર્કલ થી સરદાર પટેલ સ્કૂલ સુધી નવ કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવાયો હતો. જેનો ખર્ચ અંદાજે 3 કરોડ રૂપિયા જેટલો થયો હતો.

3 કરોડના ખર્ચે બનાવ્સાયો હતો સાઇકલ ટ્રેક

ચાર વર્ષ પહેલા સાઇકલ ટ્રેક 3 કરોડના ખર્ચે બનાવ્યો હતો. શહેરીજનો ખુશ હતા કે તેઓ મોર્નિગ અને ઇવનિંગના ટાઇમે સાઇકલ ચલાવી શકશે. પરંતુ થયું એવું કે 3 કરોડના ખર્ચે બનાવેલો સાઇકલ ટ્રેક મનપાએ ગાયબ કરી દીધો છે. અને હવે દાવો કર્યો છે કે ભાવનગરમાં સિક્સ લેન રોડ બન્યા બાદ નવો સાઇકલ ટ્રેક બનાવવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…