Gujarati Video : વડોદરાની GMERS હોસ્પિટલના કમ્પાઉન્ડમાં PCBના દરોડા, 2ની ધરપકડ, 3 આરોપીને વૉન્ટેડ જાહેર કર્યા

Gujarati Video : વડોદરાની GMERS હોસ્પિટલના કમ્પાઉન્ડમાં PCBના દરોડા, 2ની ધરપકડ, 3 આરોપીને વૉન્ટેડ જાહેર કર્યા

| Edited By: | Updated on: Mar 21, 2023 | 8:57 AM

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી GMERS હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારુ ઝડપાયો છે. PCBએ બાતમી આધારે GMERS હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દરોડા પાડ્યા હતા. જેમાં PCBએ વિદેશી દારૂની 8 પેટી, કાર સાથે બે વ્યક્તિને ઝડપ્યા છે.

રાજ્યમાં કહેવા માટે તો કાગળ પર દારૂબંધી છે પરંતુ આ દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના વડોદરામાં ફરી એકવાર સામે આવી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી GMERS હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારુ ઝડપાયો છે. PCBએ બાતમી આધારે GMERS હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દરોડા પાડ્યા હતા. જેમાં PCBએ વિદેશી દારૂની 8 પેટી ,કાર સાથે બે વ્યક્તિને ઝડપ્યા છે.

આ પણ વાંચો :Vadodara : પાદરા એસટી બસ સ્ટેન્ડમાં કચરાના ઢગથી મુસાફરોને ભારે હાલાકી, જુઓ Video

PCBએ 33,600 રુપિયાની દારુની બોટલ સહિત 1.69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ગોત્રી વિસ્તારના રહેવાસી વિજય મેકવાન અને રહેતા નિકુંજ મકવાણાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીને વૉન્ટેડ જોહેર કરવામાં આવ્યા છે.

હીરાસર જીઆઇડીસીમાં ઝડપાયો દારુ

થોડા દિવસ અગાઉ રાજકોટમાં દારુની રેલમછેલ થતા પોલીસે અટકાવી હતી. રાજકોટના હીરાસર જીઆઇડીસીમાં બે ટ્રકમાંથી 1500 પેટી દારુ પોલીસે ઝડપ્યો હતો. ઝડપાયેલા દારૂની કિંમત 80 લાખથી વધુ હોવાનું અનુમાન લગાવામાં આવ્યું હતું. એરપોર્ટ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલે એક જ વિસ્તારમાં 2 અલગ અલગ સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી. બંને ટ્રકના ડ્રાઇવરોની અટકાયત કરવામાં આવી હતી. ભૂંસાની ગુણીની આડમાં દારૂની હેરાફેરી થતી હતી.પંજાબથી દારૂ આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. એક ટ્રક ગુજરાત પાસિંગનો હતો જ્યારે બીજો ટ્રક રાજસ્થાન પાસિંગની હોવાનું સામે આવ્યું હતુ.