કોરોના બાદ છેલ્લા થોડા મહિનાઓથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ વધ્યા છે. જેમા સુરતના વધુ એક યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત થયુ છે. સુરતના ઓલપાડ તાલુકાના નરથાણ ગામમાં નિમેષ આહિર નામના યુવકનું ક્રિકેટ મેચ દરમ્યાન મોત નિપજ્યું. નિમેષ ફિલ્ડિંગ ભરતી વખતે બેભાન થઇ ગયો. જે બાદ તેનું મોત થયું હતુ. ઘટના પહેલા નિમેષ આહિરે 18 બોલમાં 41 રન ફટકાર્યા હતા. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદ હોય, સુરત હોય કે રાજકોટ હોય. શહેરો અલગ અલગ છે પરંતુ તમામ ઘટનામાં એક બાબત સામાન્ય છે કે ક્રિકેટ રમતી વખતે મોત. છેલ્લા એક મહિનાની જો વાત કરીએ તો એકલા સુરત શહેરમાં જ ક્રિકેટ રમતી વખતે ત્રણ યુવકો મોતને ભેટ્ય છે. ઓલપાડ તાલુકાના નરથાણ ગામમાં નિમેષ આહિર નામના યુવકનું ક્રિકેટ મેચ દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ પહેલા 7 ફેબ્રુઆરીએ પણ ઓલપાડમાં જ ક્રિકેટ મેચ દરમ્યાન યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. તો 19 ફેબ્રુઆરીએ પણ સુરતમાં યુવકે ક્રિકેટના મેદાન પર જ જીવ ગુમાવ્યો. 25 ફેબ્રુઆરીએ અમદાવાદમાં બચત ભવનમાં નોકરી કરતા સરકારી કર્મચારી વસંત રાઠોડનું ક્રિકેટ રમતા મોત થઇ ગયું. તો રાજકોટમાં પણ ક્રિકેટના ગ્રાઉન્ડ પર યુવકોના મોત થયા હતા.
Published On - 7:45 pm, Sun, 5 March 23