Ahmedabad Gujarati Video: ફરી એકવાર સીએમનો જોવા મળ્યો હળવો અંદાજ, બાળક સાથે ફોટો પડાવી આપ્યુ યાદગાર સંભારણુ
Ahmedabad: CM ભૂપેન્દ્ર પટેલ તેમના મૃદુ અંદાજ માટે જાણીતા છે. ફરી એકવાર સીએમનો રમૂજી અને મૃદુ અંદાજ જોવા મળ્યો છે. સ્વચ્છતા અભિયાનના શ્રમ કાર્યક્રમ દરમિયાન સીએમ ઘાટલોડિયા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં એક બાળકે ફોટો પડાવવાનુ કહેતા સીએમએ બાળક સાથે ફોટો પડાવ્યો હતો.
Ahmedabad: પોતાના હળવા અંદાજ માટે જાણીતા CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક રમૂજી અંદાજ જોવા મળ્યો છે. ઘાટલોડિયામાં સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમદાન માટે પહોંચેલા CMને જોતા જ કેટલાક બાળકો ત્યાં જમા થઈ ગયા. જેમાંથી એક બાળકે તેના માસૂમ અંદાજમાં CMને પૂછી લીધુ કે મને એક ફોટો પાડવા દેશો? CM એ પણ તેને હા પાડી. આ સાથે બાળક અને સીએમ વચ્ચે રસપ્રદ અને રમૂજી ચર્ચા પણ થઈ. આ દરમિયાન સીએમ પણ બાળક સાથે બાળક જેવા બનીને વાતચીત કરતા જોવા મળ્યા અને એકદમ ખડખડાટ હાસ્ય રેલાવતા પણ દેખાયા.
બાળક સાથે CMએ બાળક બનીને વાત કરી. CMએ ફોટાની તો હા પાડી પણ બાળક ફોન પાસે ત્યારે ફોન ન હતો. CMએ તેને પૂછ્યુ કે ફોન ક્યાં છે તો બાળકે કહ્યુ પપ્પા પાસે, ઘરેથી લેતો આવુ. અને બાળક સીધો ઘરે ફોન લેવા દોડ્યો હતો. જો કે બાળક ઘરેથી ફોન લઈને આવ્યો ત્યાં સુધી સીએમ બાળકની રાહ જોઈ ત્યાં જ બેસી રહ્યા અને બાળક ફોન લઈને આવ્યો પછી તેની સાથે ફોટો પણ પડાવ્યો અને સેલ્ફી પણ લીધી.
આ દરમિયાન સીએમએ બાળકને પૂછ્યુ કે આટલો મોંઘો ફોન ક્યાંથી લાવ્યો તો બાળકે પ્રત્યુતરમાં કહ્યુ કે કોર્પોરેશનનો છે ત્યારે સીએમ ખડખડાય હસી પડ્યા હતા. બાળકના પિતા કોર્પોરેશનમાં કામ કરે છે. સીએમ અને બાળક સાથેની આ હળવી પળો દરમિયાન આસપાસમાં પણ હાસ્યનું મોજુ ફરી વળ્યુ હતુ. બાળકને સીએમએ તે ક્યારેય ન ભૂલી શકે તેવુ યાદગાર સંભારણુ આપ્યુ અને પોતાના હાથે તેના ફોનમાં સેલ્ફી પણ લઈ આપી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
