Gujarati Video : ગ્રેડ-પે મુદ્દે કોર્ટમાં કેસ કરવાના નામે 400 શિક્ષકો પાસે 7-7 હજાર ઉઘરાવાનો કેસ, શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા
Surat News : શિક્ષણ સમિતિમાં 4 હજારથી વધુ શિક્ષકો છે. જેમાંથી 1500થી વધુ શિક્ષકોને ગ્રેડ-પેનો લાભ મળ્યો નથી. જેના કારણે શિક્ષકોને 8થી 12 લાખના એરિયર્સનું નુક્સાન થયું છે. આ શિક્ષકો કોર્ટમાં કેસ કરવાના હતા.
સુરતમાં ગ્રેડ-પે મુદ્દે કોર્ટમાં કેસ કરવાના નામે 400 શિક્ષકો પાસેથી રૂપિયા 7-7 હજાર ઉઘરાવવાના પ્રકરણમાં શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ સમિતિના અધ્યક્ષે આ મામલે તપાસ કરવાની ખાતરી આપી છે. શિક્ષણ સમિતિમાં 4 હજારથી વધુ શિક્ષકો છે. જેમાંથી 1500થી વધુ શિક્ષકોને ગ્રેડ-પેનો લાભ મળ્યો નથી. જેના કારણે શિક્ષકોને 8થી 12 લાખના એરિયર્સનું નુક્સાન થયું છે.
આ પણ વાંચો-Rahul Gandhi: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલ સેશન્સ કોર્ટે ફગાવી, કોંગ્રેસ નેતા હવે આગળ શું કરશે?
સુરત શિક્ષણ સમિતિના આ શિક્ષકો કોર્ટમાં કેસ કરવાના હતા. જેના માટે શિક્ષક દીઠ 7 હજાર વસૂલવામાં આવ્યા હતા. કુલ 28 લાખ રૂપિયા એકઠા થયા હતા. આ મામલે શિક્ષકોના જ બે ગ્રૂપમાં ફાંટા પડતાં હવે શિક્ષણ સમિતિના અધ્યક્ષે શાસનાધિકારીને તેની નોંધ મૂકી છે. સાથે જ શિક્ષકોને આ રીતે પૈસા ન ચૂકવવાની અપીલ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
