Gujarati video : ઉનાળુ વેકેશનને લઈ સક્કરબાગ ઝૂમાં વધી પ્રવાસીઓની ભીડ, પ્રતિ દિન 5 હજાર જેટલા પ્રવાસીઓ લે છે મુલાકાત

Gujarati video : ઉનાળુ વેકેશનને લઈ સક્કરબાગ ઝૂમાં વધી પ્રવાસીઓની ભીડ, પ્રતિ દિન 5 હજાર જેટલા પ્રવાસીઓ લે છે મુલાકાત

| Edited By: | Updated on: Jun 02, 2023 | 4:05 PM

જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં ઉનાળાના વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી. રજાઓના દિવસોમાં પશુ-પક્ષીઓને જોવા માટે સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો.

Junagadh : જૂનાગઢમાં આવેલુ ગુજરાતનું સૌથી જૂનું અને નવાબી કાળનું સક્કરબાગ ઝૂ (Sakkarbaugh Zoo ) પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે અહીં ગીરના ડાલા મથાની સાથે અનેક પ્રાણી પક્ષીઓનો વસવાટ છે. ઉનાળુ વેકેશન (summer vacation) કરવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પર્યટક સ્થળો પર જતા હોય છે. ત્યારે જુનાગઢના પર્યટકો પણ વેકેશન દરમિયાન લોકોનો ઘસારો વધ્યો છે.

આ પણ વાંચો- Gujarati Video : ગેરકાયદે બાંધકામ મુદ્દે રાજકોટના બાલાજી મંદિર ટ્રસ્ટને ઝટકો, હાઇકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી બાંધકામ રખાશે સ્થગિત

જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં ઉનાળાના વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી. રજાઓના દિવસોમાં પશુ-પક્ષીઓને જોવા માટે સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. આ વેકેશન દરમિયાન ઝૂમાં પ્રતિ દિવસ 5 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી. તો 1મેથી 29મે સુધીમાં 1.22 લાખ પ્રવાસીઓએ ઝૂની મુલાકાતે આવ્યા. જેના થકી સક્કરબાગ ઝૂને એક મહિનામાં 35 લાખ રૂપિયા જેટલી આવક થઈ છે.

જુનાગઢ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો