Gujarati Video: માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર, આવતીકાલથી ઘટશે વરસાદનું જોર, ગરમીનો પારો વધવાની આગાહી

Gujarati Video: માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર, આવતીકાલથી ઘટશે વરસાદનું જોર, ગરમીનો પારો વધવાની આગાહી

| Edited By: | Updated on: Mar 25, 2023 | 5:50 PM

Ahmedabad: રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય પરથી વરસાદનું સંકટ દૂર થશે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકની વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. જોકે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.

રાજ્યમાં માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. હવે ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ નહીં પડે. આગામી પાંચ દિવસના વાતાવરણને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્ય પરથી માવઠાનું સંકટ દૂર થયું છે. હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાની કોઇ સંભાવના નથી.

બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન વધવાની આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમી પવનને કારણે ફરી ગરમીનો પારો વધશે. આગામી દિવસોમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 24 કલાક રાજ્યમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં વરસાદની આગાહી છે તો બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.

રાજ્યમાં માવઠાના કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. જેમા ગીરસોમનાથ જિલ્લામાં સતત માવઠાના મારના પગલે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું. તો અમરેલીના વડિયા અને બાબરા તાલુકાના વલારડી, બળેલ પીપળીયા, ચમારડી, વાવડી, કુવરગઢ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. આ તરફ જૂનાગઢના ઝાંઝરડા ચોકડી, સરદારબાગ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડયો.

રાજકોટના ગોંડલમાં પણ ધીમીધારે વરસાદ પડયો. ભાવનગરના મહુવાના ગાંધીબાગ, સોનીબજાર, વાસી તળાવ, કેબીન ચોક, હોસ્પિટલ રોડ જેવા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો.

આ તરફ આણંદ અને ખેડા જિલ્લામાં પણ વરસેલા કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી છે. માવઠાને કારણે ઘઉં અને શાકભાજી સહિત બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. માવઠાને કારણે ઘઉંનો ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. જ્યારે શાકભાજીના પાકમાં જીવાત પડી ગઈ છે. ત્યારે આ ખેડૂતો પોતાની વ્યથા કંઈક આમ વ્યક્ત કરે છે.

આ પણ વાંચો:  Gujarati Video : જૂનાગઢમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો, ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન