Gujarati Video: દેશભરમાં આજે નીટની પરીક્ષા, રાજ્યમાં નોંધાયા 80 હજાર વિદ્યાર્થી, 3 કલાક 20 મિનિટની પરીક્ષામાં 200 પ્રશ્નોના આપવાના રહેશે જવાબ
Ahmedabad: દેશભરમાં આજે મેડિકલમાં પ્રવેશ માટેની NEET UGની પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યમાં 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષામાં 3 20 મિનિટની આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ 200 પ્રશ્નોના જવાબ આપશે. મેડિકલમાં જવા માગતા દરેક વિદ્યાર્થીઓ માટે NEETના માર્ક્સનું જ મહત્વ છે.
ધોરણ 12 પછી મેડિકલ, પેરામેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના કોર્સમાં પ્રવેશ માટે NEET (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા લેવાય છે. જેમાં આ વર્ષે ગુજરાતના 80 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. દેશભરમાં આજે NEET UG 2023ની પરીક્ષા યોજાઈ છે. રાજ્યમાં 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે.
NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા લેવાય છે NEETની પરીક્ષા
બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. દેશભરમાંથી કુલ 20.87 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. 3 કલાક 20 મિનિટની આ પરીક્ષા 720 માર્ક્સની રહેશે. 200 પ્રશ્નોમાંથી વિદ્યાર્થીઓએ 180 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. સાચા જવાબના 4 માર્ક્સ અને ખોટા જવાબ પર એક માર્ક માઈનસ થશે.
આ પણ વાંચો: NEET 2023 : MBBSની સીટો 1 લાખને પાર, 6 નવી મેડિકલ કોલેજોને મળી મંજૂરી
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષા માટે આ વર્ષે રેકોર્ડબ્રેક 21 લાખ જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે. આ વર્ષે 20 લાખ 87 હજાર 499 વિદ્યાર્થીએ ઓનલાઈન હોલ ટિકિટ મેળવી છે. ગત વર્ષે 17.82 લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતુ. આ વર્ષે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ વધ્યા છે. NTA દ્વારા દેશના 499 શહેરોમાં 3600 જેટલા કેન્દ્રોમાં બપોરે 2થી 5.20 દરિમિયાન આ પરીક્ષા યોજાઈ રહી છે.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…