Gujarati Video: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના પીએ હોવાનું કહી છેતરપિંડી કરનાર વ્યકિતની નાગપુર પોલીસે મોરબીથી ધરપકડ કરી

Gujarati Video: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના પીએ હોવાનું કહી છેતરપિંડી કરનાર વ્યકિતની નાગપુર પોલીસે મોરબીથી ધરપકડ કરી

| Edited By: | Updated on: May 17, 2023 | 1:12 PM

જેમાં ઘટનાની વિગત મુજબ નાગપુર પોલીસે એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી પદ માટે મહારાષ્ટ્રના ઓછામાં ઓછા ચાર ધારાસભ્યો પાસેથી કથિત રીતે પૈસાની માંગણી કરવા બદલ મોરબીના રહેવાસી નીરજ સિંહ રાઠોડની ધરપકડ કરી છે. જેમાં આ વ્યક્તિએ કથિત રીતે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનો અંગત સહાયક હોવાનો દાવો કર્યો હતો.

ગુજરાતના(Gujarat)  મોરબીથી(Morbi)  નાગપુરે પોલીસે(Nagpur)  એક શખ્સની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના પીએ હોવાનું કહી છેતરપિંડી કરવાના કેસના નાગપુર પોલીસે માહિતી એકત્ર કરીને મોરબીના વોચ ગોઠવી હતી. જેમાં નાગપુર પોલીસે મોરબી આવી લખધીરપુર રોડ પર આવેલ સ્વીઝર સીરામીક બહારથી આરોપીની ધરપકડ કરી છે. તેમજ તે અંગેની નોંધ મોરબી પોલીસમાં કરવામાં આવી છે. ઠગ નિરજસિંહ રાઠોડની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ થઈ છે.

જેમાં ઘટનાની વિગત મુજબ નાગપુર પોલીસે એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી પદ માટે મહારાષ્ટ્રના ઓછામાં ઓછા ચાર ધારાસભ્યો પાસેથી કથિત રીતે પૈસાની માંગણી કરવા બદલ મોરબીના રહેવાસી નીરજ સિંહ રાઠોડની ધરપકડ કરી છે. જેમાં આ વ્યક્તિએ કથિત રીતે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનો અંગત સહાયક હોવાનો દાવો કર્યો હતો.

મહારાષ્ટ્રના ચાર ધારાસભ્યોને બોલાવવા ઉપરાંત, તેણે કથિત રીતે નાગાલેન્ડના એક ધારાસભ્યને અને ગોવામાં અન્ય એક ધારાસભ્યને પણ બોલાવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Published on: May 17, 2023 01:10 PM