Gujarati Video ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા- ઈમારતનો ભાગ ધરાશાયી થયા બાદ મનપા કમિશનરે બિલ્ડિંગ સીલ મારવાનો આપ્યો આદેશ

Gujarati Video ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા- ઈમારતનો ભાગ ધરાશાયી થયા બાદ મનપા કમિશનરે બિલ્ડિંગ સીલ મારવાનો આપ્યો આદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 8:42 PM

Bhavnagar: વાઘાવાડી વિસ્તારમાં માધવહિલ બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાયી થયા બાદ રહીરહીને તંત્ર કુંભકર્ણની નીંદ્રામાંથી જાગ્યુ છે અને હવે એક મહિલાના મોત બાદ મનપા કમિશનરે બિલ્ડિંગ સીલ મારવાનો આદેશ કર્યો છે.

Bhavnagar: વાઘાવાડી વિસ્તારમાં માધવહિલની ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયા બાદ અને એક મહિલાના મોત બાદ રહી રહીને તંત્ર જાગ્યુ છે. અત્યાર સુધી તંત્ર માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યુ હતુ. પરંતુ નોટિસ આપ્યા બાદ પણ ઈમારત ખાલી કરાવવાની તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવાઈ ન હતી. આજે જ્યારે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો અને તેના કાટમાળ નીચે અનેક લોકો દટાયા અનેક લોકોને ઈજાગ્રસ્ત બન્યા અને એક મહિલાનો ભોગ લેવાયો ત્યાર બાદ તંત્ર જાગ્યુ છે અને હવે રહી રહીને મનપા કમિશનરે બિલ્ડિંગને સીલ મારવાનો આદેશ આપ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શા માટે હંમેશા દુર્ઘટના ઘટ્યા બાદ જ તંત્ર દ્વારા કામગીરી થાય છે?  શા માટે નક્કર કામગીરી માટે તંત્ર કોઈ દુર્ઘટના ઘટે તેની રાહે બેસી રહે છે ? દુર્ઘટના પહેલા કેમ કોઈ નક્કર કામગીરી થતી નથી?

આ પણ વાંચો : ભાવનગરમાં જર્જરીત ઈમારત ધરાશાયી થવા મુદ્દે શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યું સત્તાધિશો માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે- જુઓ Video 

હાલ ચોમાસામાં અનેક જર્જરીત ઈમારતો ધરાશાયી થવાના રાજ્યમાં કિસ્સા સામે આવી ચુક્યા છે છતા પણ જર્જરીત ઈમારતો ખાલી કરાવવા બાબતે તંત્ર ઉદાસીન જણાય છે અને દરેક વખતે કામગીરીના નામે માત્ર નોટિસ આપી હતી તેવો લુલો બચાવ કરતુ રહે છે. માઘવહિલની જે ઈમારતનો ભાગ તૂટી પડ્યો તે ઈમારત પણ અતિશય જર્જરીત હાલતમાં છે. જેમા 56 ફલેટ ધારકોને હાલ બિલ્ડિંગ ખાલી કરવાનો આદેશ અપાયો છે. 70થી વધુ ઓફિસ માલિકોને પણ બિલ્ડિંગ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બિલ્ડિંગની બીયુ પરમિશન રદ કરવામાં આવી છે અને સીલ મારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

g clip-path="url(#clip0_868_265)">