Gujarati Video: ડો.અતુલ ચગની આત્મહત્યા બાદ પ્રથમવાર સાંસદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા આવી સામે, કહી આ વાત

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 5:08 PM

Junagadh: ગીરસોમનાથ - વેરાવળના તબીબ અતુલ ચગ આત્મહત્યા કેસમાં પ્રથમવાર સાંસદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યુ કે ડૉ અતુલ ચગ સાથે 35 વર્ષથી અમારા પારિવારિક સંબંધો છે. તેમના મૃત્યુથી મારો પરિવાર પણ આઘાતમાં છે.

ગીર સોમનાથ – વેરાવળના જાણીતા ડૉ. અતુલ ચગની આત્મહત્યા મામલે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની પહેલીવાર પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે ડૉ. અતુલ ચગ સાથે 35 વર્ષથી અમારે પારિવારિક સંબંધો છે. તેમના મૃત્યુથી મારો પરિવાર પણ આઘાતમાં છે. સાંસદે ભગવાન ડૉ. અતુલ ચગના આત્માને આપે શાંતિ તેવી પ્રાર્થના કરી અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

સાંસદ રાજેશ ચુડાસમાએ પોલીસની તપાસમાં પૂરતો સહયોગ આપવાની પણ ખાત્રી આપી. મૃતક તબીબના પરિવારે સાંસદ રાજેશ ચુડાસમા પર આત્મહત્યા માટે મજબૂર કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.

આપને જણાવી દઈએ કે ડૉ અતુલ ચગની આત્મહત્યા બાદ પોલીસે ફરિયાદ ન લેતા પરિવાર હાઈકોર્ટમાં ગયા હતા. જેમા કોર્ટના તિરસ્કારની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. હાઈકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા, PI સુનીલ ઈશરાનીને નોટિસ ઈસ્યૂ કરી છે.

મૃતકના સગાની ફરિયાદ છે કે કોગ્નિઝેબલ ગુનો હોવા છતાં પોલીસ FIR નોંધતી નથી. આ ઉપરાંત કોર્ટના હુકમનો અનાદર કરનારા પોલીસ કર્મીઓ સામે પગલા લેવા પણ મૃતકના સગાએ માગણી કરી છે. હાઈકોર્ટના આદેશને પગલે 28 માર્ચે તમામ અધિકારીઓએ કોર્ટમાં હાજર થવું પડશે.

મહત્વપૂર્ણ છે કે અગાઉ આ કેસમાં ન્યાયિક તપાસની માગ પણ થઇ ચૂકી છે

ગીર સોમનાથના વેરાવળના તબીબ અતુલ ચગના આપઘાત કેસમાં હજી સુધી FIR નહીં નોંધાતા પરિવારજનો આકરા પાણીએ છે. આક્રોષિત પરિવારજનોએ હવે પોલીસને FIR નોંધવા 24 કલાકનું અલ્ટિમેટમ  આપ્યું હતું. પરિવારજનોએ આ મામલે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો આપી તાત્કાલિક ફરિયાદ નોંધવા માગ કરી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati