Gujarati Video : ગુજરાતના 124 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વરસાદ ધોરાજીમાં ખાબકયો 

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે.આંબશાળ ગામ બેટમાં ફેરવાઇ ગયું છે.ગામમાં જ નદી વહેતી થઇ હોય તેવા દૃશ્ય જોવા મળ્યા છે. જેમાં ગામની શેરી અને રસ્તા પાણીમાં ડૂબ્યા છે.ચારેય તરફ વરસાદી પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 9:24 PM

Gandhinagar: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી(IMD)અનુસાર રાજ્યના 124 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં 7 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકયો છે. જ્યારે સૌથી વધુ રાજકોટના(Rajkot) ધોરાજીમાં 6 કલાકમાં સાડા 9.5  ઈંચ વરસાદ ખાબકયો છે. જયારે ગીર સોમનાથના (Gir Somnath) સૂત્રાપાડામાં 9  ઈંચ વરસાદ પડ્યો છે. કોડિનારમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો અને વેરાવળમાં સાડા 4 ઈંચ તેમજ તાલાલા અને મેંદરડામાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. .હજુ પણ આગામી 72 કલાક સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે.આંબશાળ ગામ બેટમાં ફેરવાઇ ગયું છે.ગામમાં જ નદી વહેતી થઇ હોય તેવા દૃશ્ય જોવા મળ્યા છે. જેમાં ગામની શેરી અને રસ્તા પાણીમાં ડૂબ્યા છે.ચારેય તરફ વરસાદી પાણી ભરાયા છે.

સુરતના જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે.બારડોલી અને કડોદરામાં વરસાદ ખાબક્યો છે.કડોદરામાં અનેક સ્થળ પર વરસાદી પાણી ભરાયા છે.કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાયા છે.અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી.પાણી ભરાઇ જતા વાહન ચાલકો મુશ્કેલી પડી

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ધોરાજીમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. ધોરાજીમાં 6 કલાકમાં જ 9.5 ઈંચ અને બે કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ.ધોરાજીનાં ચકલા ચોક, ત્રણ દરવાજા, વોકળાકાંઠા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">