Gujarati Video: Morbi: વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને પટ્ટાવાળા દારૂની મહેફીલ માણતા ઝડપાયા

| Edited By: | Updated on: Apr 15, 2023 | 7:03 PM

Morbi: વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં સુપ્રીન્ટેન્ડન્ટ અને પટ્ટાવાળા દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. રેડ દરમિયાન તપાસ કરતા સુપ્રીન્ટેન્ડન્ટની ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બંનેની અટકાયત કરી છે.

રાજ્યમાં કહેવાતી કાગળ પર તો દારૂબંધી છે પરંતુ છાશવારે દારૂ પકડાવાના કિસ્સા સામે આવતા રહે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના દારૂકાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં મોરબી સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ સામે આવી છે. વાંકાનેરની સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ અને પટ્ટાવાળા દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. રેડ દરમિયાન તપાસ કરતા સુપ્રીન્ટેન્ડન્ટની ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવી હતી. ઘટનાને પગલે પોલીસે સુપ્રીન્ટેન્ડન્ટ હરપાલસિંહ પરમાર અને કૈલાસ રાઠોડની અટકાયત કરી છે.

ઘટના સમયે લોકોના ટોળેટોળા એકઠાં થઇ ગયા હતા અને કોઇએ પોલીસને જાણ કરતાં કાફલો ધસી આવ્યો હતો. આ બન્નેએ દારૂ પીધો છે કે કેમ તેની ખરાઇ કરવા માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા. આ ઘટનાની વધુ તપાસ સીટી PI છાસિયા ચલાવી રહ્યા છે. શહેરના જાગૃત નાગરિકે જનતા રેડ કરી સુપ્રિન્ટેન્ડન્ટની ચેમ્બરમાં ધસી ગયા હતા અને તેમના કબાટની તલાશી લેતાં તેમાંથી દારૂની એક બોટલ મળી આવતાં કોઇએ તરત જ શહેર પોલીસને આ બાબતે જાણ કરી હતી અને કાફલો સિવિલમાં ધસી આવ્યો હતો.

આ પણ વાંચો: Breaking News : વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલના રંગમાં પોલીસે પાડ્યો ભંગ, શહેર ભાજપ યુવા પ્રમુખ સહિત 15 જેટલા નબીરાઓ ઝડપાયા, જુઓ Video

જનતા રેડ સમયે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હરપાલસિંહ પરમાર અને પટ્ટાવાળા કૈલાશ રાઠોડ હાજર જ હતા. અચાનક જનતા રેડ અને પોલીસને જોઈને શાંત સિવિલમાં દોડાદોડી મચી ગઈ હતી. ચેમ્બરની તપાસ દરમિયાન દારૂની બોટલ મળતા બંનેની અટકાયત કરાઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…