Gujarati Video : મહેસાણામાં ભર ઉનાળે સર્જાયો ચોમાસા જેવો માહોલ, છાપરા ઉડ્યા

|

Jun 04, 2023 | 11:43 AM

આજે વહેલી સવારથી જ મહેસાણા પંથકમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતા છાપરા ઉડયા છે. તો આજે વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

Gujarati Video : મહેસાણામાં ભર ઉનાળે સર્જાયો ચોમાસા જેવો માહોલ, છાપરા ઉડ્યા
Mehsana Rain

Follow us on

હવામાન વિભાગની આગાહી અનુસાર મહેસાણા (Mahesana) જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ મહેસાણા પંથકમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતા છાપરા ઉડયા છે. તો આજે વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : Mahesana : ઘુમાસણ તળાવ પાસે એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળતા સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ, જુઓ Video

હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેરમાં કાંકણોલ, હડિયોલ, બળવંતપુરા, બેરણામાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતા હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે.

તો આ તરફ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા પંથકમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તો જિલ્લાના પાલનપુર, અમીરગઢ, દાંતામાં છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડીસા, વડગામ સહિત અલગ અલગ જગ્યાએ પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેતરમાં બાજરીનો ઉભો પાક પાલળી જતા પાકને નુકસાન થયુ છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video