Surat: સુરતના સરથાણા વ્રજચોક પાસે વેરોના રેસિડેન્સી આવેલી છે. જેની સામે સુરત મહાનગરપાલિકાની માલિકીનો મોટો પ્લોટ છે. આ પ્લોટ મહાનગરપાલિકાએ પોલીસ સ્ટેશન બનાવવા પોલીસ વિભાગને ફાળવ્યો છે. પરંતુ અહીં પોલીસ સ્ટેશન બનાવવાને બદલે ટોઈંગ કરેલા વાહનો મુકવામાં આવે છે. સાથે જ ઘણા સમયથી વાહનો મુક્યા હોવાથી તેની હાલત ભંગાર જેવી થઈ ગઈ છે.
આ પણ વાંચો : Ahmedabad: સ્ટુડન્ટ વિઝાના અપાવવાના નામે એજન્ટે આચરી છેતરપિંડી, ખંખેરી લીધા 24.34 લાખ
હાલ ચોમાસું ચાલી રહ્યું હોવાથી પાણી ભરાવાને કારણે આ પ્લોટમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે. ગંદકીને કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. આ પ્લોટની આજુબાજુમાં આવેલી સાત સોસાયટીના રહીશો આ ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે પરેશાન છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ અંગે મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ જ કાર્યવાહી નથી થઈ. રોષે ભરાયેલા સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો આ ગંદકી સાથે તેઓ મહાનગરપાલિકા કમિશનરની કચેરી જઈને ત્યાં ગંદકી ઠાલવશે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:30 am, Sat, 19 August 23