Gujarati Video : સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો, એક જ દિવસમાં 2 લોકોના મોત
સુરતના પાંડેસરામાં એક વૃદ્ધના મોત બાદ અલથાણમાં એક યુવકનું મોત થયું છે. 22 વર્ષીય રિતેશ નામના યુવકનું તાવના કારણે મોત થયું છે. તે ફક્ત 3 દિવસથી જ બિમાર હતો. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.
Surat : સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. બેકાબૂ બનેલો રોગચાળો એક જ દિવસમાં બે લોકોને ભરખી ગયો છે. આ સાથે જ સિઝનનો કુલ મૃત્યુઆંક 29 પર પહોંચી ગયો છે. સુરતના પાંડેસરામાં એક વૃદ્ધના મોત બાદ અલથાણમાં એક યુવકનું મોત થયું છે.
આ પણ વાંચો Surat: મોંઘા નળની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, આરોપી પાસેથી કિંમતી નળનો જથ્થો મળી આવ્યો,જુઓ Video
22 વર્ષીય રિતેશ નામના યુવકનું તાવના કારણે મોત થયું છે. તે ફક્ત 3 દિવસથી જ બિમાર હતો. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે બાદમાં તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું છે. રોગચાળો જીવલેણ બનતાં હવે સુરતના આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Latest Videos
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
