પંચમહાલના શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં MGVCLએ સપાટો બોલાવી 22 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડી છે.ગોધરા વર્તુળ કચેરી અને વડોદરા કચેરીની 29 ટીમોએ સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું છે.રેણા, મોરવા, ઉજડા, વકતાપુરા, નવા વલ્લભપુર, જુના વલ્લભપુર, નવી વાડી, જૂની વાડી, ભુરખલ, ભાટના મુવાડા સહિતના ગામોમાં MGVCLએ તપાસ હાથ ધરી છે.MGVCLની કડક કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકારના આદેશ બાદ વીજ ચોરી ડામવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમજ વીજ- બિલ નહિ ભરતી નગર પાલિકા પર તવાઇ બોલાવવામાં આવી રહી છે. તેમજ આ પૂર્વે વડોદરામાં ડભોઇ નગરપાલિકાની બેદરકારી અને નિષ્ક્રિયતાને લઈ શહેરમાં અંધારપટ છવાયો હતો.જેને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.વીજ વિભાગ દ્વારા સતત બાકી બિલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે વડોદરા શહેરના વધુ બે ઝોનમાં લાઇટ બીલ ન ભરતા MGVCLએ કાર્યવાહી કરી હતી. ડભોઇ નગલપાલિકાએ વીજબીલ ન ભરતા સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું.બાકી બીલને લઇને વારંવાર નોટિસ આપ્યા બાદ પણ વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું .જેને લઇ સમગ્ર પંથકમાં અંધાર પટ છવાયો છે.ડભોઇ પાલિકાનું 24 લાખ રૂપિયાનું સ્ટ્રીટ લાઈટનું બીલ બાકી હતું.જેને લઇ MGVCLએ નોટિસ ફટકારી હતી છતાં બીલ ભરવામાં ન આવતા MGVCLએ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : Gujarat Budget 2023-24 : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રુપિયા 5580 કરોડની જોગવાઇ