Gujarati Video: શું આવી રીતે ભણશે ગુજરાત? મહેસાણાના સુખપુરડા ગામે વિદેશ પ્રવાસના શોખીન શિક્ષક વર્ષમાં માત્ર એક જ મહિનો રહે છે હાજર

| Edited By: | Updated on: Mar 18, 2023 | 5:23 PM

Mehsana: મહેસાણાના સુખપુરડાની પ્રાથમિક શાળાના શિક્ષક વર્ષમાં માત્ર એક જ મહિનો વિદ્યાર્થીઓને ભણાવવા માટે હાજર હોય છે બાકીના મહિનાઓ તેઓ રજા પર હોય છે. કિરણ ચૌધરી વિદેશ પ્રવાસ માટે જેટલી રજાઓ પાડે છે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યા છે.

એક શિક્ષક નવી પેઢીને દિશા આપે, નવી પેઢીનું ઘડતર કરે. પરંતુ આ શિક્ષક શાળામાં દર્શન જ ન આપે તો? આ જ પરેશાની સાથે મહેસાણાની સુખપુરડા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે. અહીં શિક્ષક છે કિરણ ચૌધરી. પરંતુ આ શિક્ષકને અભ્યાસ કરવા કરતાં વિદેશનો પ્રવાસ કરવામાં ખૂબ રસ છે. કિરણ ચૌધરી ધોરણ 3થી 5માં હિન્દી અને પર્યાવરણ વિષય ભણાવે છે.

કિરણ ચૌધરી વિદેશ પ્રવાસ માટે એટલી રજાઓ પાડે છે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. વર્ષમાં એક જ મહિનો માસ્તર સાહેબ બાળકો પર કૃપા કરે છે અને બાકીના સમયે રજા પર જ હોય છે. છેવટે ઈન્ચાર્જ શિક્ષકો તેમના પાઠ બાળકોને સમય મળે તો ભણાવતા રહે છે.

આ માસ્તર સાહેબની ખૂબી એ છે કે, 2021-22માં તેમણે 139 રજાઓ પાડી છે. 7 જુલાઈ 2022થી સામાજિક કારણોસર શિક્ષક કપાત રજાઓ પર ગયા છે. ગેરહાજર રહેતા આ શિક્ષકથી વાલીઓ એટલા પરેશાન છે કે, તેમની બદલીની માગ કરી રહ્યા છે. શિક્ષણ વિભાગ અને કલેક્ટર સુધી રજૂઆતો કરી છે.

ગ્રામજનોની રજૂઆતના પગલે મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ અત્યાર સુધીમાં શિક્ષકે પાડેલી રજાઓની વિગતનો અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીને સુપ્રત કરાયો છે. જો કે શિક્ષકને અગાઉ પણ રજા નહીં પાડવા સહિતની નોટિસ આપી છતાં આ શિક્ષક ગાંઠતા જ નથી.

આ પણ વાંચો: Mehsana માં 31 MSME એકમોને રૂપિયા 225.49 લાખની સહાય ચૂકવાઈ