Gujarati video: મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીને કમોસમી વરસાદથી નુકસાન

| Edited By: | Updated on: Mar 25, 2023 | 8:46 PM

વાતાવરણમાં અવારનવાર આવતો પલટો અને પાનખરની અસરને કારણે જમાદાર કેરીનો પાક નિષ્ફળ ગયો છે. મહુવામાં આવેલી 200થી 300 આંબાવાડીઓમાં જમાદાર કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

મહુવાની જમાદાર કેરી ઘણી પ્રખ્યાત છે, પરંતુ કમોસમી વરસાદને કારણે જમાદાર કેરીનો પાક સદંતર નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે. તાજેતરમાં જ ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવ્યો હતો તેમજ માવઠા થયા હતા, તેના કારણે જમાદાર કેરીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની સંભાવના છે.

મહુવામાં 200થી 300 આંબાવાડિયામાં છે જમાદાર કેરીના આંબા

વાતાવરણમાં અવારનવાર આવતો પલટો અને પાનખરની અસરને કારણે જમાદાર કેરીનો પાક નિષ્ફળ ગયો છે. મહુવામાં આવેલી 200થી 300 આંબાવાડીઓમાં જમાદાર કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

આ આંબાવાડીના ઇજારદારો છ લાખથી લઈને 12થી 15 લાખ સુધીની રકમ ભરતા હોય છે, પરંતુ ગત સિઝનમાં તાઉતે વાવાઝોડાએ કેરીનો પાક નિષ્ફળ કર્યો હતો અને આ વર્ષે હવામાને કેરીનો પાક નિષ્ફળ ગયો છે. નિષ્ફળ જમાદાર કેરીના પાકના કારણે ઈજારેદાર તેમજ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

જમાદાર કેરીનો ભાવ 6 હજારથી 7 હજાર રૂપિયા બોલાય છે

આંબાવાડી માલિકના જણાવ્યા અનુસાર મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીનો જેટલી પ્રખ્યાત છે, તેના ભાવ પણ એટલા જ ઉંચા હોય છે. 20 કિલો જમાદાર કેરીનો ભાવ 6 હજારથી લઈને 7 હજાર રૂપિયા હોય છે, પરંતુ કમોસમી વરસાદને કારણે આ સિઝનમાં જમાદાર કેરી માર્કેટમાં આવે તેવા કોઈ જ એંધાણ નથી. જેથી આંબાવાડીના માલિકો અને ઈજારદારો સરકાર તરફથ આર્થિક સહાય મળે તેવી માગ કરી રહ્યા છે.

આ  પણ વાંચો:  Gir Somnath : માવઠાએ કેસર કેરીનો સફાયો કરી નાખ્યો, માત્ર 25 ટકા જ પાક બચ્યો, જુઓ Video

 

Published on: Mar 25, 2023 08:45 PM