Gujarati Video: ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ, ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર, મેચ નિહાળવા ઉમટ્યા ક્રિકેટ રસીકો
Ahmedabad: ક્રિકેટના મહાકુંભ એવા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થઈ ગયો છે, આજે (05.10.23) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.
Ahmedabad: અમદાવાદના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મહાકુંભનો પ્રારંભ થયો છે. ક્રિકેટ રસીકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ICC ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ક્રિકેટ વર્લ્ડકપ 2023માં આજે પ્રથમ મુકાબલો ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ વચ્ચે થયો. આ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ સ્ટેડિયમ પહોંચ્યા હતા.
મેચ જોવા આવેલા દર્શકોના ચહેરા પર ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જેમા કેટલાક ક્રિકેટ રસીયાઓ ન્યૂઝીલેન્ડના ખેલાડીને ચિઅર કરતા જોવા મળ્યા હતા. જો કે વર્લ્ડ કપ ટ્રોફી તો ભારત જ જીતશે અને ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Learn Cricket Video : બોલર્સની ધારદાર બોલિંગ સામે આ રીતે રમો કવર ડ્રાઈવ, જાણો તેની ટેકનીક
આપને જણીવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની કુલ પાંચ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેમા ફાઈનલ મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમાવાની છે. જે પાંચ મેચ રમાવાની છે તેના પર નજર કરીએ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ, 14 ઓક્ટોબરે ભારત Vs પાકિસ્તાન, 4 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ, 10 નવેમ્બર અફઘાનિસ્તાન Vs દ.આફ્રિકા વચ્ચે તેમજ વર્લ્ડ કપ ફાઈનલની 19 નવેમ્બરે રમાશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો