Gujarati Video: બિનઅધિકૃત રીતે ખેતરોમાં પવનચક્કી નાખતી કંપની સામે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

|

Aug 10, 2023 | 11:55 PM

Ahmedabad: ખેતરોમા વીજલાઈન અને પવનચક્કીઓ નાખવાનો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેને વિરોધ કર્યો છે. સીએમને પત્ર લકી મનમાની કરતી કંપની સામે પાલ આંબલિયાએ કાર્યવાહી કરવાની માગ કરી છે.

Ahmedabad: ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ખેતરોમાં વીજલાઈન અને પવનચક્કી નાખવાનો વિરોધ કર્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. પાલ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી, અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં વીંડફાર્મ કંપનીની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. સરકાર અને સ્થાનિક તંત્ર વીંડફાર્મ કંપનીઓની મદદ કરતી હોવાનો પાલ આબંલિયાએ આક્ષેપ કર્યો છે.

કંપનીના બિન અધિકૃત પ્રવેશ સામે ગુનો દાખલ કરવા માગ

તેમણે ઉમેર્યુ છે કે કાયદાકીય સ્થિતિ ચકાસ્યા વગર જ કંપનીના માણસોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યુ છે. પાલ આંબલિયાએ ખેડૂતોના ખેતરોમાં બિન અધિકૃત પ્રવેશ સામે ગુનો દાખલ કરવાની માગ કરી છે. વીજલાઈન માટે અધિકૃત સંસ્થા પાસે મંજૂરી વગર લાઈનો ઉભી કરાતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. સાથોસાથ ખેડૂતો પર જોહુકમી અને દાદાગીરી કરનારી કંપની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની પણ તેમણે માગ કરી છે.

આ પણ વાંચો : Banaskantha : દિયોદરમાં ખેડૂતને થપ્પડ મારવા મામલે નીકળી ન્યાય યાત્રા, ખેડૂતો ગાંધીનગર પહોંચી CMને કરશે રજૂઆત, જુઓ Video

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video