Banaskantha : દિયોદરમાં ખેડૂતને થપ્પડ મારવા મામલે નીકળી ન્યાય યાત્રા, ખેડૂતો ગાંધીનગર પહોંચી CMને કરશે રજૂઆત, જુઓ Video
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણની રાજીનામાની માગ કરશે. ન્યાય પદયાત્રામાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીના સમર્થનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.
Banaskantha : અટલ ભુજલ યોજના કાર્યક્રમમાં અરજણ નામના શખ્સે જાહેરમાં ખેડૂત (Farmer) આગેવાન અમરા ચૌધરીને લાફો મારતા જોરદાર વિવાદ ઉભો થયો છે. ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ખેડૂતો સાથે આજે સણાદરથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રા શરૂ કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણની રાજીનામાની માગ કરશે. ન્યાય પદયાત્રામાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીના સમર્થનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.
ખેડૂત આગેવાને ભાજપ ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ધારાસભ્યના સમર્થકે ભુજલ યોજના કાર્યક્રમમાં મને લાફો માર્યો હતો. તો બીજી તરફ લાફો મારનાર શખ્સે અમરા ચૌધરીના આરોપને ફગાવ્યા છે અને કહ્યું હતું કે અમરા ચૌધરી સાથે મારો જૂનો વિવાદ છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણને આમાં કંઈ લેવા દેવા નથી. મારા અંગત ઝઘડામાં અમરા ચૌધરીને લાફો માર્યો હતો.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો