Gujarati Video : આજે ડો. ચગના પુત્રની કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર હાઈકોર્ટ આપશે ચુકાદો

|

Apr 25, 2023 | 10:11 AM

આજે ડો.ચગના પુત્રની કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર ચુકાદો આવશે. જસ્ટિસ શાસ્ત્રીની બેંચ આજે ચુકાદો સંભળાવશે. ગત સુનાવણી દરમિયાન દલીલોના અંતે હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

વેરાવળના ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં આજે ડો.ચગના પુત્રની કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર ચુકાદો આવશે. જસ્ટિસ શાસ્ત્રીની બેંચ આજે ચુકાદો સંભળાવશે. ગત સુનાવણી દરમિયાન દલીલોના અંતે હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. તો સામે પક્ષે પોલીસે સુનાવણી દરમિયાન અરજી ટકવા પાત્ર ન હોવાની દલીલ કરવામાં આવી હતી. પોલીસની દલીલ હતી કે SCના હુકમના ભંગનો આરોપ હોય તો SCમાં જ અરજી કરવી પડે.

આ પણ વાંચો : ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટે 50 લાખના ખર્ચે પ્રગટેશ્વર મંદિરનો કર્યો જીર્ણોદ્ધાર , મંદિરની મૂર્તિઓને પુનઃ પ્રતિષ્ઠિત કરાઈ

કોંગ્રેસે ઉઠાવ્યા હતા ગંભીર સવાલ

આ કેસમાં પોલીસ સામે પણ શંકાની સોય ઉઠી છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા હતો. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ અને તેના પિતા સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video