Gujarati Video: જુનાગઢમાં કોન્સ્ટેબલ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ તેજ, પોરબંદરના DYSPએ શરૂ કરી તપાસ

|

Aug 14, 2023 | 11:46 PM

Junagadh: જૂનાગઢમાં કોન્સ્ટેબલના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોરબંદરના DYSP નીલમ ગોસ્વામી જુનાગઢ પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં આરોપીના નિવેદન લેવાયા છે.

Junagadh: જુનાગઢમાં કોન્સ્ટેબલ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે. પોરબંદર DYSP જુનાગઢ પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે વંથલી તાલુકાના શાપુરની સીમમાંથી ગત 21 માર્ચના રોજ જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના ડ્રાઈવર બ્રિજેશ લાવડીયાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર ઈજાના નિશાન હોવાથી પોલીસે પી.એમ રિપોર્ટ જાહેર કર્યો ન હતો.

આ અંગે મૃતક પરીવારે રજૂઆત કરવા છતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે ડ્રાઈવર બ્રિજેશભાઈના પુત્ર રીતેશે હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હચા. હાઈકોર્ટે તત્કાલિન અને વર્તમાન SP તેમજ PIનો ઉધડો લઈ તાત્કાલિક જવાબદારો સામે ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો: Gujarat Video: જૂનાગઢમાં દરગાહને નોટિસ બાદ ઘર્ષણનો કેસ, પોલીસ કર્મીઓનો બચાવ સરકાર નહીં કરે: HC

હાઈકોર્ટની ફટકાર બાદ મૃતક કોન્સ્ટેબલના પુત્ર રિતેશ લવાડીયાની ફરિયાદને આધારે વંથલી પોલીસે જુનાગઢ પીટીસીના ડીવાયએસપી ખુશ્બુ કાપડીયા અને PSI પ્રવિણ ખાચર સામે માર મારી મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. DYSP ખુશ્બુ કાપડીયા અને PSI પ્રવિણે માર મારતા કોન્સ્ટેબલે આપઘાત કર્યાનો આરોપ છે.

જૂનાગઢ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video