AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Video: રાજુલા- જાફરાબાદમાં અવિરત વરસાદ, સતત વરસાદથી રાજુલાનો ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો

Rain Video: રાજુલા- જાફરાબાદમાં અવિરત વરસાદ, સતત વરસાદથી રાજુલાનો ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 10:21 PM
Share

Amreli: અમરેલીમાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર થઈ રહી છે. સતત વરસાદથી રાજુલાનો ધાતરવડી-2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે. જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, બગસરા સહિતના તાલુકામાં વરસાદ શ્રીકાર વરસાદ વરસ્યો છે. આ તરફ ધાતરવડી 2 ડેમ ઓવરફ્લો થતા લોકો પાણી જોવા ઉમટ્યા હતા.

Rain Updates: અમરેલીમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફરી ધોધમાર વરસાદનું આગમન થયું છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, અને બગસરા સહિત મોટાભાગના તાલુકામાં વરસાદ જામ્યો છે. રાજુલા અને જાફરાબાદ શહેર, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જાફરાબાદના ટીંબી, નાગેશ્રી, લોર, હેમાળ, માણસામાં પણ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી મારી છે.

આ પણ વાંચો:  Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન, વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ

ધારીના ચલાલા, ગોપાલગ્રામ, દહીંડા, વાવડી, પાદરગઢ, અને હાલરીયા, સહિતના ગામોમાં પણ મેઘમહેર થઇ છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે. બગસરાના મોટા મુંજયાસર, હાડાળા સહિતના ગામોમાં મેઘમહેર થઇ છે. ઉકળાટના માહોલ વચ્ચે વાતાવરણ ઠંડુગાર બન્યું છે અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે.રાજુલામાં સારો વરસાદ થતા ફરી ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો થયો છે. લોકો ડેમ સાઈટ પર પાણી જોવા ઉમટી પડ્યા હતા.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">