Gujarati Video: ફરી રાજ્યમાં થઈ શકે છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 16થી 22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાજ્યમાં એક સપ્તાહ પછી 18 થી 22 સપ્ટેમ્બર સુધીમાં ફરી વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા  લો પ્રેશરના કારણે ગુજરાતમાં 22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થઈ શકે છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 10:47 PM
Rain Updates: ગુજરાતમાં વરસાદના વધુ એક ધમાકેદાર રાઉન્ડની હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં 16 થી 22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થઈ શકે છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે અંબાલાલ પટેલની આગાહી

આ તરફ અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં એક સપ્તાહ પછી 18થી 22 સપ્ટેમ્બર સુધીમાં ફરી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબપ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રૉ-કચ્છમાં વરસાદ પડશે.  જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે. તો એ પછી સપ્ટેમ્બરના અંત સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વરસાદ પાછળનું કારણ છે 10થી 14 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. તેમજ બંગાળના ઉપસાગરમાં બનનારી લો પ્રેસર સિસ્ટમ છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">