Gujarati Video : કાપોદ્રામાં 2121 ગરીબ દીકરીને 5 લાખ અને ઈ-બાઈકની લાલચ આપી છેતરપિંડી કરી, આરોપી ફરાર

|

Mar 20, 2023 | 1:43 PM

ગરીબ દીકરીઓને મદદના નામે મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી છે. સુરતના કાપોદ્રામાં એક યુવકે 2121 ગરીબ દીકરીઓને 5 લાખ રૂપિયા અને ઈ-બાઈક આપવાની યોજનાના નામે છેતરપિંડી આચરી છે. ઉત્તરાયણે સ્ટોલ લગાવી દીકરીઓને મદદના નામે રજીસ્ટ્રેશન પેટે રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

સુરતના કાપોદ્રામાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. ગરીબ દીકરીઓને મદદના નામે મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી છે. સુરતના કાપોદ્રામાં એક યુવકે 2121 ગરીબ દીકરીઓને 5 લાખ રૂપિયા અને ઈ-બાઈક આપવાની યોજનાના નામે છેતરપિંડી આચરી છે. ઉત્તરાયણે સ્ટોલ લગાવી દીકરીઓને મદદના નામે રજીસ્ટ્રેશન પેટે રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ પણ વાંચો : Surat માં 21 માર્ચના રોજ ઉત્રાણ પાવર હાઉસના એક ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે

કાપોદ્રાના સેવાભાવી મંડળે દીકરીઓના નામ અને નંબર આપ્યા હતા. તો દીકરીઓને નંબર પર ફોન કરી અને વીડિયો મોકલીને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. આ ઉપરાંત દીકરીઓના નામ આપનારા કેટલાક સામાજીક કાર્યકરો પાસેથી મોટી રકમ પડાવવા ફોન કરીને ધમકાવવા લાગ્યો હતા. આ વળતરની ઉઘરાણીથી પરેશાન કેટલીક મહિલા અને સામાજીક કાર્યકરોએ સુરત પોલીસને ફરિયાદ કરી છે. મદદના નામે રૂપિયા પડાવનાર યુવક હાલમાં ફરાર છે. જેને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતમાં બ્રાન્ડના નામે નકલી શેમ્પુનો વેપાર

સુરત પોલીસે જાણીતી બ્રાન્ડના નામે નકલી શેમ્પુનો વેપાર કરતા ઠગબાજોનો પર્દાફાશ કર્યો હતો. આરોપીઓ અસલીના નામે નકલીનો ગોરખધંધો ચલાવીને લોકો સાથે ઠગાઇ આચરતા હતા. કંપની સંચાલકોના ધ્યાને મામલે આવતા કોપીરાઇટ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત પોલીસે ઉતરાણ વિસ્તારના શ્રીનાથજી આઇકોનમાં દરોડા પાડ્યા હતા અને કુલ 7 લાખ 35 હજારના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી.

Next Video