વડોદરાના કમાટીબાગ ઝૂમાં શાંત રહેતો હિપોપોટેમસ અચાનક ગુસ્સે થયો હતો અને બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. વડોદરા કમાટીબાગમાં રાખવામાં આવતા હિપોપોટેમસ રાઉન્ડમાં ગયેલા ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરતાં બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તને તાત્કાલીક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અત્યારે આ બંન્ને ઈજાગ્રસ્ત શખ્સોની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gujarati Video : વડોદરાના શિનોર સાધલી માર્ગ પર નિલગાય રિક્ષા સાથે ટકરાઇ, અકસ્માતમાં એકનું મોત
ઝૂ ક્યુરેટરને MRI કરવા માટે લઇ જતા હતા. તે સમયે બ્લીડિંગ શરૂ થતા પુન: તેમને ICUમાં સારવાર માટે લઇ જવાયા હતા. સયાજીબાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રાહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યુરિટ જવાન મનોજ સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી રાઉન્ડમાં આવ્યા હતા.તે સમયે હિપોપોટેમસ અચાનક ગુસ્સે થતા હુમલો કર્યો હતો.
Published On - 8:25 am, Fri, 10 March 23