Gujarati Video: રાજકોટમાં જર્જરિત સ્લમ ક્વાટર્સ ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં, માત્ર નોટિસ ફટકારી સંતોષ માનતુ તંત્ર

Rajkot: રાજકોટમાં વોર્ડ નંબર 3માં આવેલા સ્લમ ક્વાર્ટ્સ અત્યંત જર્જરીત બન્યા છે. અહીં 470થી વધુ આવાસો આવેલા છે. જે પૈકી 270 આવાસો જર્જરીત બન્યા છે. અહીં જીવના જોખમે લોકો વસવાટ કરી રહ્યા છે. દર ચોમાસુ આવે અને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે પરંતુ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 11:41 PM

Rajkot: જીવનું જોખમ છે ગમે ત્યારે જર્જરિત મકાનો તૂટી પડે તેવી સ્થિતિ છે. તેમ છતાં જર્જરીત આવાસોમાં ગરીબો જીવન જીવવા મજબૂર બન્યા છે. આ વ્યથા છે રાજકોટના વોર્ડ નંબર 3માં આવેલા સ્લમ ક્વાટર્સની. જ્યાં 240 આવાસો જર્જરિત છે અને સમગ્ર રાજકોટમાં 470થી વધુ જર્જરિત આવાસો છે. ત્યાં રહેનારા મોટાભાગના કોર્પોરેશનના સફાઈકર્મચારીઓ છે. તેમનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા તેમની કોઈ વાત સાંભળવામાં નથી આવતી.

કોર્પોરેશન માત્ર નોટિસ આપી માની રહ્યુ છે સંતોષ

ચોમાસું આવે ત્યારે ફક્ત નોટિસ ફટકારીને કામ ચલાવી લેવાય છે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી. સ્થાનિકોની ફક્ત એક જ માગ છે કે આવાસો બને ત્યાં સુધી ભાડું નહીં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.

શાસકોનો દાવો છે કે બે વર્ષ પહેલા જ આવાસો બની જવાના હતા. પરંતુ સ્થાનિકો મકાન છોડીને ભાડે રહેવા તૈયાર નહોતા. કોર્પોરેશન ભાડું ચૂકવી શકે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી શકે. શાસકોએ દાવો કર્યો કે આજે પણ જો સ્થાનિકો ભાડે રહેવા તૈયાર હોય તો આવાસ યોજના અમલી બનવામાં વિલંબ નહીં થાય.

આ પણ વાંચો : Rajkot: વિરાણી સ્કૂલ ટ્રસ્ટનો વકર્યો વિવાદ, ચેરિટી કમિશનરે આપ્યો મહત્વનો ચુકાદો, જુઓ Video 

કોંગ્રેસે સત્તાધીશો પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માગ કરી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે શાસકોને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કામ થતું નથી. ભાજપના શાસકો ફક્ત મોટી-મોટી વાતો જ કરે છે.

રાજકોટ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">