Gujarati Video: મચ્છરજન્ય રોગચાળાને નાથવા AMCની આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં, 197 એકમોને ફટકારાઈ નોટિસ

|

Jul 11, 2023 | 9:44 PM

Ahmedabad: મચ્છરનજન્ય રોગચાળાને નાથવા AMCની આરોગ્યવિભાગની ટીમ એક્શનમાં આવી છે. જ્યા મચ્છરોનો વધુ ઉપદ્રવ હોય તેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તપાસ શરૂ કરાઈ. આ દરમિયાન 197 એકમોને નોટિસ ફટકારી છે.

Ahmedabad:  અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ચાલુ મહિનાના માત્ર નવ દિવસમાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ઉછાળો આવ્યો છે. ચાલુ મહિને મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો માત્ર નવ દિવસમાં જ સાદા મલેરિયાના 3, ઝેરી મલેરિયાનો 1, ડેન્ગ્યુના 9 કેસ અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. પાણીજન્ય રોગચાળામાં પણ ઉછાળો આવ્યો છે. ઝાડા-ઉલ્ટીના 253, કમળાના 44 અને ટાઇફોઇડના 108 કેસ નોંધાયા છે. સતત વધતા કેસને લઈ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો : Ahmedabad: મચ્છરજન્ય રોગોને અટકાવવા ‘ટ્રીગર ડ્રાઇવ’ યોજાઈ, 244 એકમોને નોટીસ, 4 બાંધકામ એકમો સીલ

197 એકમોને ફટકારાઈ નોટિસ

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે AMCની આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી છે. જ્યાં-જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય તેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવી. સાથે સાથે કોમર્શિયલ અને કન્ટ્રક્શન સાઈટ સહિત શહેરના વિવિધ 300થી વધુ સાઇટો પર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 197 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે બે એકમને સીલ કરાયા છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video