Gujarati Video : અમદાવાદમાં વાળીનાથ ચોક પાસે 4 દિવસથી પડેલા ભૂવાનું સમારકામ ન થતા લોકોને હાલાકી

Gujarati Video : અમદાવાદમાં વાળીનાથ ચોક પાસે 4 દિવસથી પડેલા ભૂવાનું સમારકામ ન થતા લોકોને હાલાકી

| Edited By: | Updated on: Jun 04, 2023 | 2:03 PM

અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલા વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાનું સમારકામ ન કરાતા વરસાદમાં લોકોને મુશ્કેલી પડી રહી છે.

અમદાવાદમાં વહેલી સવારે વરસેલા સામાન્ય વરસાદમાં ( Rain ) જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. સામાન્ય વરસાદમાં જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 132 ફૂટ રિંગ રોડ પર આવેલા વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાનું સમારકામ ન કરાતા વરસાદમાં લોકોને મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad : જગન્નાથ મંદિરમાં જળયાત્રા પૂર્વે મંદિરમાં ભક્તિમય માહોલ, ભક્તોની ભીડ ઉમટી, જુઓ Video

મણિનગરમાં જવાહર ચોક પાસે પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ તરફ ખોખરા બ્રિજ પાસે ઘૂંટણસમા પાણી ભરાતા લોકોએ બ્રિજ તોડીને રસ્તો ખુલ્લો કરવાની માગ કરી છે. તો બીજી તરફ પકવાન ચાર રસ્તા પાસે ભારે પવનના કારણે ડાયવર્ઝનના બેરિકેડ્સ ઉડીને નીચે પડ્યા હતા. તો આ તરફ સારંગપુરની તળીયાની પોળમાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જ્યારે વિરાટનગરમાં ભૂવો પડતાં લોકોને મુશ્કેલી પડી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો