Gujarati Video: એક બેડું પાણી લેવા અપાર મુશ્કેલી, છોટા ઉદેપુરના ગામોની છે અતિશય  દયનિય સ્થિતિ, જુઓ Video

Gujarati Video: એક બેડું પાણી લેવા અપાર મુશ્કેલી, છોટા ઉદેપુરના ગામોની છે અતિશય  દયનિય સ્થિતિ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 28, 2023 | 5:56 PM

ઉપરાંત છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કોઠીયા, ચામેઠા, કાકડિયા અને અન્ય ગામના ખેડૂતો પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી નર્મદાની માઈનોર કેનાલામાં સિંચાઈનું પાણી આવવાનું અચાનક જ બંધ કરી દેવામાં આવ્યું છે.

છોટા ઉદેપુર જિલ્લાના ગામમાં જળ જીવન મિશન યોજના નિરર્થક લાગી રહી છે કારણ કે ભર ઉનાળે ગ્રામજનોની ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે અને લોકોને પાણી માટે રીતસર વલખાં મારવા પડે છે. છોટા ઉદેપુરના હરિપુરા ગામમાં બોર છે પરંતુ તેમાં પાણી નથી. અને ગામમાં આપવામાં આવેલા નળમાં પાણી ન આવતા મહિલાઓ બાળકો અને પુરૂષોને કેટલાય કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે.

બાળકોથી લઈને મહિલા અને પુરૂષો બધા બેડા લઈને પાણી ભરવા નીકળી પડે છે. વળી ગામના હેન્ડ પંપમાં જે પાણી આવે છે તેમાંથી માંડ માંડ પાણી આવતું હોવાથી પાણી લેવા માટે ગ્રામિણોને ભારે જહેમત ઉઠાવવી પડે છે.

આ પણ વાંચો: Gujarati video: 84.88 લાખના ખર્ચે બનેલો પ્લાન્ટ બંધ હાલતમાં, નગરપાલિકાના અણઘડ વહિવટનું ઉદાહરણ, જુઓ Video

ઉપરાંત છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કોઠીયા, ચામેઠા, કાકડિયા અને અન્ય ગામના ખેડૂતો પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી નર્મદાની માઈનોર કેનાલામાં સિંચાઈનું પાણી આવવાનું અચાનક જ બંધ કરી દેવામાં આવ્યું છે. સિંચાઈનું પાણી બંધ થઈ જવાથી ખેડૂતો મગ, મઠ, દિવેલા અને મકાઈના પાક સુકાઈ જવાની ભીતિ સર્જાઈ છે. જો બે દિવસમાં સિંચાઈનું પાણી નહીં મળે તો ખેડૂતોને  મોટું નુકસાન  થઈ શકે છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 28, 2023 05:53 PM