સુરતના ડભોલી સિંગણપોર વિસ્તારમાંથી ફરી એકવાર ગેરકાયદે બાયો ડીઝલ ઝડપાયું છે. પોલીસે વિન્ટેજ પાર્કિંગમાંથી એક હજાર લિટર બાયો ડીઝલ ઝડપી પાડ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વેલંજા હાઈવે તરફથી બાયો ડીઝલ લાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ડિસેમ્બર માસમાં સુરતના સરથાણાના વ્રજચોકમાં બસ પાર્કિંગની બાજુની ખુલ્લી જગ્યામાંથી એક વર્ષ અગાઉ બાયો ડીઝલનું ગેરકાયદે વેચાણ પકડાયુ હતુ. આ પ્રકરણમાં દુબઈ- શાહજહાથી બાયો ડીઝલનો જથ્થો મગાવી સપ્લાય કરનારને સુરત ઈકો સેલે ઝડપી પાડ્યો છે. એક વર્ષથી ભાગતા ફરતા વેપારીએ રૂ. 58.56 લાખનો જથ્થો આપ્યો હતો.
ગુજરાતમાં બાયો ડીઝલનું સૌથી મોટું નેટવર્ક દક્ષિણ ગુજરાતમાં ચાલે છે તે પણ સુરત જિલ્લાના હાઈવે પરના આજુ બાજુના ઈન્ડસ્ટ્રીમાં આ વેપલો ચાલતો હતો. હાઈવે પર મોટા સાધનો મળી રહે છે, જેથી આ હાઈવે પર મોટો વેપલો ચાલતો હોય છે. થોડા સમય પહેલા પણ ગુજરાત સરકાર દ્વારા આ બાબતે પણ કડક વલણ અપનાવ્યું હતું.
સુરતના સરથાણાના વ્રજચોક બસ પાર્કિંગની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઓગસ્ટ 2021માં સરથાણા પોલીસે દરોડા પાડી ગેરકાયદે બાયો ડીઝલ વેચાણ કરતા મનિષ રાવ સહિત કુલ 17ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે કુલ રૂ. 4.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે મનિષ રાવની હાથ ધરેલી પૂછપરછમાં સુરતના શાહપોરમાં વાકી બોરડી વિસ્તારના પાલવ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય મોહમ્મદ ઝુબેર ગુલામ રસુલ ગુલામ આમદ ફુલવાડીનું નામ બહાર આવ્યુ હતુ. પરંતુ મોહંમ્મદ ઝુબેર ભાગતો ફરતો હતો. સુરત ઇકો સેલને બાતમીના આધારે ફરાર મોહંમ્મદ ઝુબેરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જે પછી સુરત ઇકો સેલ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરી છે.
Published On - 10:43 pm, Tue, 14 February 23