Gujarati Video: ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક, ધાણા વેચવા યાર્ડ બહાર 5થી 6 કિલોમીટર લાગી લાંબી લાઈનો

| Edited By: | Updated on: Feb 26, 2023 | 7:36 PM

Rajkot: ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ રહી છે. ખેડૂતો એક દિવસ અગાઉ જ ધાણા વેચવા માટે યાર્ડ પહોંચી ગયા છે. યાર્ડની બંને બાજુ 5થી 6 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી છે.

રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં થઇ છે ધાણાની મબલખ આવક. ખેડૂતોએ ધાણા વેચવા ગઈકાલ સવારથી યાર્ડની બહાર વાહનોની લાંબી કતાર લગાવી છે. યાર્ડની બહાર બન્ને બાજૂ 5થી 6 કિમી લાંબી લાઇનો દેખાઇ રહી છે. મળતી માહિતી અનુસાર, ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે પોણા બે લાખથી પણ વધુ ગુણી ધાણાની આવક થઇ છે.

ખેડૂતોને એક મણ ધાણાના 1 હજારથી 1500 રૂપિયા મળી રહ્યા છે

ધાણાના ભાવની વાત કરીએ તો, હરાજીમાં ખેડૂતોને 20 કિલોના 1 હજારથી 1550 રૂપિયા સુધી બોલાયા છે. ગત વર્ષે દરરોજ 10 હજાર ગુણીનો નિકાલ કરવામાં આવતો હતો. આ વખતે દરરોજની 35થી 40 હજાર ગુણીનો નિકાસ કરવામાં આવી રહી છે.

ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતો વિફર્યા

આ તરફ ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા છે. રાજકોટના રાયડી ગામના ખેડૂતે 20 વીઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યુ હતુ. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ડુંગળીનો ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે. ધોરાજી યાર્ડમાં પણ ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના માત્ર 50થી 60 રૂપિયા મળી રહ્યા છે. જેથી એક કિલો ડુંગળીના માત્ર 2 રૂપિયા મળી રહ્યા છે જેથી ખેડૂતોની સ્થિતિ ઘણી કફોડી બની છે.

આ પણ વાંચો: Rajkot: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ભાવ ન મળતા ખેડૂતોએ પશુઓને ચરાવી દીધો પાક