Gujarati Video: મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાન

|

Feb 09, 2023 | 11:13 PM

Bhavnagar: મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી છે. ત્યારે એક જ રાતમાં ભાવમાં સીધો 50 રૂપિયાનો ઘટાડો થતા ખેડૂતો રોષે ભરાયા છે.

ગરીબોની કસ્તુરી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થઇ રહી છે. ત્યારે અચાનક જ ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. ડુંગળીના ભાવમાં એક જ રાતમાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો હોવાનો ખેડૂતો જણાવી રહ્યા છે. અચાનક જ ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતો રોષે ભરાયા છે. ડુંગળીના ઘટતા ભાવ માટે ખેડૂતો માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓને જવાબદાર માની રહ્યા છે. હાલ તો ઘટતા ભાવથી પરેશાન ખેડૂતો ડુંગળીનો વધુ ભાવ આપવા માગ કરી રહ્યા છે.

આ તરફ જૂનાગઢના વંથલી તાલુકાના નરેડી ગામે પાક સુકાતા ખેડૂતોને લાખોનું નુકસાન થયુ છે. 4 ખેડૂતોનો ઉભો પાક સુકાતા આશરે 35 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.ખેડૂતોને જીરું અને ચણાના પાકમાં ભારે નુકસાન થયુ છે. ખેતરમાં આવેલી પાણીની કુંડીમાં અજાણ્યા શખ્સોએ ઝેરી દવા નાખી નુકસાન પહોંચાડ્યું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો સમગ્ર મામલે ખેડૂતે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: Gujarati Video : ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ડુંગળીની આંતરરાજ્ય વેચાણ શરૂ, પ્રથમ વખત ટ્રેન મારફતે પરપ્રાંતમાં મોકલાઈ

તો ધોરાજીના ખેડૂતોને પડ્યા પર પાટુ વાગ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી ધુમ્મસભર્યા વાતાવરણને કારણે રવિ પાકમાં રોગચાળો ત્રાટકતા જગતના તાતની હાલત કફોડી બની છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘઉં, ધાણા અને જીરુંના પાકમાં ચર્મી નામના રોગને કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ચોમાસુ પાક નિષ્ફળ જવાને કારણે પહેલેથી જ આર્થિક ફટકો વેઠી ચૂકેલા ખેડૂતોએ સારા ભાવની આશાએ વિવિધ રવિ પાકનું વાવેતર કર્યું હતું.

 

 

Next Video