Gujarati Video : કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના ઐતિહાસિક ભાવ બોલાયા, ખેડૂતોમાં ખુશાલીનો માહોલ

Gujarati Video : કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના ઐતિહાસિક ભાવ બોલાયા, ખેડૂતોમાં ખુશાલીનો માહોલ

| Edited By: | Updated on: Mar 21, 2023 | 9:36 AM

કડી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ઘઉના 802 રૂપિયાના ઐતિહાસિક ભાવ મળ્યા છે. છેલ્લા દસ દિવસમાં કડી માર્કેટ યાર્ડમાં ઘઉની 35 હજાર 810 બોરીની આવક થઇ છે. સોમવારે પણ ઘઉંની 4 હજાર 600 બોરીની આવક થઇ છે.કડીના કોટન માર્કેટ યાર્ડમાં ઘઉંની ઉભી હરાજી થાય છે. જેમાં 160 રૂપિયાના ઉછાળા સાથે ઉંચામાં 802 રૂપિયા ભાવ બોલાયા હતા.

મહેસાણાના કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના ઐતિહાસિક ભાવ બોલાયા છે. કડી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ઘઉના 802 રૂપિયાના ઐતિહાસિક ભાવ મળ્યા છે. છેલ્લા દસ દિવસમાં કડી માર્કેટ યાર્ડમાં ઘઉની 35 હજાર 810 બોરીની આવક થઇ છે. સોમવારે પણ ઘઉંની 4 હજાર 600 બોરીની આવક થઇ છે.

આ પણ વાંચો : Gujarati Video : વડોદરાની GMERS હોસ્પિટલના કમ્પાઉન્ડમાં PCBના દરોડા, 2ની ધરપકડ, 3 આરોપીને વૉન્ટેડ જાહેર કર્યા

કડીના કોટન માર્કેટ યાર્ડમાં ઘઉંની ઉભી હરાજી થાય છે. જેમાં 160 રૂપિયાના ઉછાળા સાથે ઉંચામાં 802 રૂપિયા ભાવ બોલાયા હતા. જ્યારે નીચામાં નીચા 440 રૂપિયા સુધી ભાવ પડ્યા હતા. કડી એપીએમસીના ચેરમેનના જણાવ્યા અનુસાર આવનારા બે મહિના દરમિયાન ઘઉંના આ ઉંચા ભાવ જળવાઇ રહેશે.

ધોરાજીમાં માર્કેટયાર્ડમાં ખેડૂતોની ઉપજ પલળી ગયો

તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટયાર્ડમાં ખેડૂતોની ઉપજ પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે યાર્ડમાં ઘઉંના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જણસી પલળી જવાને કારણે ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે અથાગ પરિશ્રમ કરીને ઉગાડેલો પાક માવઠામાં ધોવાયો છે અને જે પાક વેચાણ માટે માર્કેટ યાર્ડમાં લાવવામાં આવ્યો હતો તે પણ પલળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે.