Gujarati video : ગીરના જંગલમાં વરસ્યો ભારે વરસાદ, નદી- નાળામાં વહેતા થયા નીર
હવામાન વિભાગની આગાહી અનુસાર ગીરના જંગલમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે ભારે કમોસમી વરસાદ વરસવાથી નદી, નાળામાં નીર વહેતા થયા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગીરના જંગલમાં વૈશાખ મહિનામાં અષાઢીનો માહોલ જોવા મળ્યો છે. ભર ઉનાળે ભારે કમોસમી વરસાદ વરસવાથી નદી, નાળામાં નીર વહેતા થયા છે. ધોધમાર વરસાદથી રુપેણ નદીમાં પુર આવ્યા છે. જામકા અને શાણા વાકીયા ગામ વચ્ચે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
આ પણ વાંચો : Gir Somnath : વેરાવળના ભાલકાતીર્થમાં FM ટ્રાન્સમીટરનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ
તો બીજી તરફ ગઈકાલે કચ્છના અબડાસા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અબડાસા પંથકના મોથળા, બાલાચોર, ભવાનીપર સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. મોથળા ગામના બંગલાઈ તળાવમાં નવા પાણીની આવક શરુ થઈ છે. તો બીજી તરફ અબડાસા પંથકની બોહા ગામની નદી બે કાંઠે વહે છે. વરસાદના પગલે અલગ અલગ સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
