Gujarati Video : નડાબેટ વિસ્તારમાં પણ વાવાઝોડાથી ભારે નુકસાન, બોર્ડર- દર્શન પ્રવાસીઓ માટે બંધ

|

Jun 20, 2023 | 9:56 PM

જેમાં અંદાજિત બે મહિના સુધી નડાબેટ બોર્ડરના દર્શન બંધ રખાશે.કારણ કે ઝીરો પોઇન્ટને જોડતો રસ્તો વાવાઝોડા અને ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. નડાબેટ ખાતે ભારત અને પાકિસ્તાનની સરહદ આવેલી છે. પરંતુ વાવાઝોડાથી નુકસાનીના કારણે પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Banaskantha : ગુજરાતમાં(Gujarat)  બિપરજોય વાવાઝોડાએ(Cyclone Biparjoy)  બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. જેમાં નડાબેટ વિસ્તારમાં પણ વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે.. જેને લઇ હવે નડાબેટ બોર્ડર -દર્શન પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. હવે પ્રવાસીઓ નડાબેટ બોર્ડર પર આવેલા ઝીરો પોઇન્ટની મુલાકાત નહીં લઇ શકે.

નુકસાનીના કારણે પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો

જેમાં અંદાજિત બે મહિના સુધી નડાબેટ બોર્ડરના દર્શન બંધ રખાશે.કારણ કે ઝીરો પોઇન્ટને જોડતો રસ્તો વાવાઝોડા અને ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. નડાબેટ ખાતે ભારત અને પાકિસ્તાનની સરહદ આવેલી છે. પરંતુ વાવાઝોડાથી નુકસાનીના કારણે પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

14 જૂનથી નડાબેટમાં વીજળી અને પાણીની હાલાકી વેઠવી પડી રહી છે.હવે બોર્ડર પર રસ્તા સહિત અન્ય સમારકામ ન થાય ત્યાર સુધી પ્રવાસીઓ મુલાકાત નહીં લઇ શકે

Published On - 9:53 pm, Tue, 20 June 23

Next Video