Ahmedabad : ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર મોટી દુર્ઘટના, એક વ્યક્તિનું મોત 11 લોકો ઇજાગ્રસ્ત, જુઓ Video

જેમને તાત્કાલિક પોલીસ, હોમગાર્ડના જવાનો અને સ્થાનિકોએ 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા. અમદાવાદ સિવિલ હોસ્પિલના ટ્રોમા સેન્ટરમાં ઘાયલોને ત્વરિત સારવાર આપવામાં આવી હતી. આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના મતે જે ગેલેરી તૂટી પડી તેમાં પાંચથી છ લોકો ઉભા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 8:33 PM

Ahmedabad : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના(Rath yatra)  રૂટ પર એક મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં એક વ્યક્તિનું મોત 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં દરિયાપુર વિસ્તારમાં ફૂટી મસ્જિદ પાસે એક મકાનની ગેલેરી ધડાકાભેર ધરાશાયી થઈ. આ દુર્ઘટનામાં 1નું મોત થયું છે. મૃતક ઓઢવના આદિનાથનગર વિસ્તારનો યુવક છે. જે રથયાત્રા નિહાળવા પહોંચ્યો હતો. આ દુર્ઘટનામાં 2 બાળક, 3 મહિલા અને 6 પુરૂષો સહિત 11 લોકો ઈજાગ્રસ્ત થયા.

ગેલેરી તૂટી પડી તેમાં પાંચથી છ લોકો ઉભા હતા

જેમને તાત્કાલિક પોલીસ, હોમગાર્ડના જવાનો અને સ્થાનિકોએ 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા. અમદાવાદ સિવિલ હોસ્પિલના ટ્રોમા સેન્ટરમાં ઘાયલોને ત્વરિત સારવાર આપવામાં આવી હતી. આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના મતે જે ગેલેરી તૂટી પડી તેમાં પાંચથી છ લોકો ઉભા હતા.

જે ધડાકાભેર સીધા નીચે પટકાયા. તો નીચે રથયાત્રા નિહાળતા કેટલાક લોકોને પણ ઈજા થઈ છે.ફાયર બ્રિગેડની 2 ગાડી સાથે જવાનોની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે ત્વરિત દોડી આવી હતી. તંત્ર દ્વારા ઝડપથી બચાવ કાર્ય હાથ ધરાતા કોઈને વધારે ગંભીર ઈજા થઈ નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">