Gujarati Video: ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરિપત્રનો કોંગ્રેસ દ્વારા વિરોધ, ઓપન સ્કૂલિંગ પ્રોજેક્ટને ટ્યુશન પદ્ધતિને વેગ આપનારો ગણાવ્યો

|

Sep 09, 2023 | 8:21 PM

Ahmedabad: ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરિપત્ર રદ કરવાની કોંગ્રેસે માગ કરી છે. કોંગ્રેસે ઓપન સ્કૂલ પ્રોજેક્ટને ટ્યુશન પદ્ધતિને વેગ આપનારો ગણાવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકાર ગતકડા કરી રહી છે. ઓપન સ્કૂલ પ્રોજેક્ટને કારણે ડમી શાળાઓને પાછલા બારણેથી અધિકૃત મંજૂરી મળી જશે તેવી ભીતિ પણ કોંગ્રેસે વ્યક્ત કરી છે.

Ahmedabad: રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા હવે સરકાર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ પ્રોજેક્ટ લાવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે કે સરકાર આઉટ રેશિયો ઘટાડવા ગતકડા કરી રહી છે. કોંગ્રેસે ઓપન સ્કૂલ પ્રોજેક્ટથી ટ્યુશન પદ્ધતિને વેગ આપવા માટેનો પ્રયાસ સમાન ગણાવ્યો છે. ઓપન સ્કૂલમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ સીધી પરીક્ષા આપી શકશે.

કોંગ્રેસે તેના થકી ડમી શાળાઓને પાછલા બારણેથી અધિકૃત મંજૂરી મળશે તેવી ભીતિ વ્યક્ત કરી છે. ઓપન સ્કૂલમાં 16ના બદલે 14 વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપવાની મંજૂરી અપાઈ છે. ધોરણ 10માં એક્સટર્નલ વિદ્યાર્થીઓને કેવી રીતે 20 એક્સ્ટર્નલ માર્કસ અપાશે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. નવા પરિપત્રથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીનું મહત્વ ઘટશે તેમ જણાવી પરિપત્ર રદ કરવાની કોંગ્રેસે માગ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા સરકાર હવે લાવી રહી છે સ્ટેટ ઓપન સ્કૂલિંગ વ્યવસ્થા, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીને મળશે લાભ

ઉલ્લેખનીય છે રાજ્યમાં વિવિધ કારણોસર વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો છોડી દેતા હોવાથી આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા નેશનલ ઓપન સ્કૂલિંગની જેમ વર્ષ 2010માં સ્ટેટ ઓપન સ્કૂલિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. સ્ટેટ ઓપન એ એક પ્રકારે બોર્ડ જ ગણાય છે. જેમા વિદ્યાર્થી સ્કૂલે ગયા વિના ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી શકે છે. પરંતુ હવે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ હેઠળ વિદ્યાર્થી ધોરણ 9 અને ધોરણ 12નો અભ્યા, પણ વિનામૂલ્યે કરી શકશે. જેના માટે વિદ્યાર્થી તેના ઘરની નજીક આવેલી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરી શકશે. ઓપન સ્કૂલ હેઠળ અભ્યાસ માટે કોઈ રજિસ્ટ્રેશન ફી લેવામાં આવશે નહીં. અને તમામ અભ્યાસ નિ:શુલ્ક રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:19 pm, Sat, 9 September 23

Next Video